Ahmedabad Video : તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ, DGPએ SMCને આપ્યો આદેશ

Ahmedabad Video : તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ, DGPએ SMCને આપ્યો આદેશ

Harin Matravadia
| Edited By: | Updated on: Dec 08, 2024 | 9:47 AM

ગુજરાતમાં થોડા સમય પહેલા પોલીસકર્મીની બદલી કરવામાં આવી હતી. જેમાંથી કેટલાક પોલીસ કર્મચારીની બદલી અમદાવાદ જિલ્લાની બહાર પણ કરવામાં આવી હતી. બદલી કરવામાં આવેલા પોલીસ કર્મચારીમાંથી 13 પોલીસકર્મીની મિલકતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં થોડા સમય પહેલા પોલીસકર્મીની બદલી કરવામાં આવી હતી. જેમાંથી કેટલાક પોલીસ કર્મચારીની બદલી અમદાવાદ જિલ્લાની બહાર પણ કરવામાં આવી હતી. બદલી કરવામાં આવેલા પોલીસ કર્મચારીમાંથી 13 પોલીસકર્મીની મિલકતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ તમામ કર્મચારીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી. DGPએ સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ કરવા માટે આદેશ કર્યો છે.

DGPએ SMCને મિલકત તપાસનો આપ્યો આદેશ

અમદાવાદમાં તોડબાજીની ફરિયાદને આધારે બદલીઓ કરવામાં આવી હતી. પોલીસકર્મી અને તેના પરિવારના નામે કેટલી મિલકતો તેની તપાસ હાથ ધરવામાં આવશે. મળતી માહિતી અનુસાર 13 પોલીસકર્મી કોન્સ્ટેબલ અને હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. પોલીસકર્મી અને તેના પરિવારની મિલકતો, બેંક બેલેન્સ, વાહનો, લૉકર સહિતની તપાસ કરવામાં આવશે.

અમદાવાદથી જિલ્લા બહાર બદલી કરાયેલા પોલીસકર્મીની યાદી

રાજેંદ્ર ગોહિલ – તાપી

કેયુર બારોટ – જૂનાગઢ

સિરાજ મન્સૂરી – પોરબંદર

હરવિજયસિંહ ચાવડા – અમરેલી

જગદીશ ચૌધરી – કચ્છ

મહેન્દ્રસિંહ દરબાર – જામનગર

ફિરોઝશાહ પઠાણ – બોટાદ

ઈન્દ્રવિજયસિંહ વાઘેલા – નર્મદા

મહિપતસિંહ ચૌહાણ – જામનગર

લાલજી દેસાઈ – દ્વારકા

સમિઉલ્લા ઠાકોર – રાજકોટ ગ્રામ્ય

જીવણ યાદવ – મહીસાગર

અક્ષયસિંહ પુવાર – કચ્છ

 

g clip-path="url(#clip0_868_265)">