Ahmedabad : આખરે દુષ્કર્મ કેસ મામલે કેડિલાના CMD રાજીવ મોદી પોલીસ સ્ટેશનમાં હાજર થયા, જુઓ Video
આ કેસમાં ફરિયાદી બલ્ગેરિયન યુવતીને પણ પોલીસ નિવેદન માટે બોલાવી હતી, પરંતુ ફરિયાદી યુવતી નિવેદન આપવા નહિં આવતા હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ આ કેસમાં અનેક વળાંકો આવ્યા હતા
અમદાવાદના કેડીલાનાં રાજીવ મોદી સામે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દુષ્કર્મની ફરિયાદ બાદ છેલ્લા ઘણા સમયથી પોલીસની પકડથી દૂર રહેલા કેડિલાના MD રાજીવ મોદી હવે અચાનક જ પોલીસ સમક્ષ હાજર થયા છે. રાજીવ મોદી અચાનક જ સોલા પોલીસ સમક્ષ હાજર થયા છે. જે બાદ સોલા પોલીસ દ્વારા રાજીવ મોદીનું નિવેદન નોંધવામાં આવ્યું છે.
આ કેસમાં ફરિયાદી બલ્ગેરિયન યુવતીને પણ પોલીસ નિવેદન માટે બોલાવી હતી, પરંતુ ફરિયાદી યુવતી નિવેદન આપવા નહિં આવતા હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ આ કેસમાં અનેક વળાંકો આવ્યા હતા. હાઈ પ્રોફાઈલ ગણાતા આ કેસમાં રાજીવ મોદી ઘણા સમયથી બહાર હતા અને તેઓ આ કેસમાં કેટલા જવાબદાર છે અથવા ફરિયાદ પ્રમાણે આરોપી છે, તો તે અંગેની વિગતો મેળવવા માટે સોલા પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો- દેવભૂમિ દ્વારકા વીડિયો : 6 વર્ષની રાહ પછી સાની ડેમનું કામ શરૂ થયુ, 110 ગામને મળશે પીવાનું પાણી
આ પહેલા દુષ્કર્મનો કેસ દાખલ કરનાર બલ્ગેરિયન યુવતી અચાનક ગાયબ થઇ જતાં અનેક ચર્ચાઓ વહેતી થઇ હતી. જો કે બલ્ગેરિયન યુવતી તેમના વતન પરત જતી રહી હોવાનો ખુલાસો થયો હતો. યુવતીએ રાજીવ મોદી સામે ફરિયાદ નોંધાવવા માટે છેક હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે બાદ હાઇકોર્ટે ફરિયાદ કરવાનો હુકમ કરતાં અંતે સોલા પોલીસ સ્ટેશનમાં રાજીવ મોદી અને કેડિલાના HR મેનેજર જોન્સન મેથ્યુ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.