Monsoon 2024: ઓગષ્ટ મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી – જાણો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. ઓગષ્ટ મહિનાના પ્રથમ ત્રણ સપ્તાહમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. જેમા આ જિલ્લાઓમાં મેઘરાજા મહેર કરશે.
રાજ્યમાં ઓગષ્ટ મહિનામાં વરસાદનું જોર કેવુ રહેશે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઓગષ્ટના પ્રથમ ત્રણ સપ્તાહમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.
આ તરફ કચ્છ, મધ્ય ગુજરાત, પંચમહાલમાં વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થશે. રાજ્યમાં કૂલ વરસાદની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 43.43 ટકા વરસાદ થયો છે. મધ્ય ગુજરાતમાં 43.60 ટકા વરસાદ થયો છે. ગુજરાતમાં 60.78 ટકા વરસાદ થયો છે.
Latest Videos
Latest News