આજનું હવામાન : ગુજરાતના અનેક વિસ્તારોમાં ફૂંકાશે ભારે પવન ! જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી ,જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહે તેવી શક્યતા છે. ઉત્તર-પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. જેના પગલે અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહે તેવી શક્યતા છે. ઉત્તર-પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. જેના પગલે અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટવાની સંભાવના છે. બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ભારે પવનોના લીધે રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાય રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી બે દિવસ રાજ્યમાં 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે તારીખ 7 અને 8માં પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જૂનાગઢ, કચ્છ અને રાજકોટમાં 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, આણંદ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.આ તરફ બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, મહેસાણા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.આ ઉપરાંત નવસારી, તાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.