આજથી સ્કૂલવર્ધીના વાહનોનું ચેકિંગ , જાણો વાહનમાં કઈ હોવી જોઈએ સુવિધા, નહીંતર તમારુ વાહન થઈ જશે ડિટેઈન,જુઓ Video

ગુજરાતમાં આજથી નવા શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. આજથી સ્કૂલવર્ધીના વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે.વિદ્યાર્થીઓની સલામતી માટે RTO અને પોલીસ વિભાગનો નિર્ણય લીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2024 | 12:25 PM

ગુજરાતમાં આજથી નવા શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. આજથી સ્કૂલવર્ધીના વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે.વિદ્યાર્થીઓની સલામતી માટે RTO અને પોલીસ વિભાગનો નિર્ણય લીધો છે. વાહનમાં રહેલી CNG કિટ પર પાટિયું હશે તો પણ તેને ડિટેઈન કરવામાં આવશે.સ્કૂલવર્ધીના માલિકો નિયમોનું પાલન કરે છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવશે.

RTOના નિયમ અનુસાર રિક્ષામાં 12 વર્ષના 6 અને વાનમાં 12 બાળક બેસાડી શકાશે. બાળકોના પિકઅપ-ડ્રોપ ફરજિયાત શાળાની અંદર જ રાખવા સૂચના આપવામાં આવી છે. ડ્રાઈવરની બેઠકની આજુબાજુ વિદ્યાર્થીઓને બેસાડી શકાશે નહીં .સ્કૂલવર્ધી માલિકો પાસે ફિટનેશ અને પરમિટ સર્ટિફિકેટ ફરજિયાત હોવું જરૂરી છે.

વાહનોમાં ગેસકિટ RTO માન્ય હોવી જોઈએ

વાહનોમાં પીળા રંગની નંબર પ્લેટ ફરજિયાત હોવી જોઈએ. વાહનોમાં પરમિટ કરતા વધુ બાળકો ન બેસાડવા તેમજ ફર્સ્ટ એડ કિટ, ISI પ્રમાણિત ફાયર સેફ્ટીના સાધનો જરૂરી હોવા જોઈએ. વાહનોમાં ગેસકિટ RTO માન્ય હોવી જરુરી છે. ફીટનેસ સર્ટી, PUC, વીમો ચકાસવો જરૂરી છે.

ડ્રાઇવર પાસે અધીકૃત લાયસન્સ હોવું જરૂરી છે. વાહનોમાં ઇમરજન્સી એક્ઝિટ હોવી જરૂરી છે. સ્કૂલ વાહન પર શાળા સંચાલકનું નામ અને નંબર લખવામાં આવવા જોઈએ. સ્કૂલ બસમાં GPS અને CCTV હોવા ફરજિયાત છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ
Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ
આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની
આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
g clip-path="url(#clip0_868_265)">