અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ખાસ પ્રકારની ઝુંબેશ, બિનવારસી વાહનો કરાઈ રહ્યાં છે કબજે
અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા સમયથી ચેઇન સ્નેચિંગ, ચોરી, આંગળીયા લૂટ જેવી ઘટનાઓ સામે આવી રહી છે. આ ઉપરાંત ડ્રગ્સની હેરાફેરી પણ શહેરમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. જો કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા અમદાવાદ પોલીસ પણ સતર્ક અને પ્રયત્નશીલ છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા સમયથી ચેઇન સ્નેચિંગ, ચોરી, આંગળીયા લૂટ જેવી ઘટનાઓ સામે આવી રહી છે. આ ઉપરાંત ડ્રગ્સની હેરાફેરી પણ શહેરમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. જો કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા અમદાવાદ પોલીસ પણ સતર્ક અને પ્રયત્નશીલ છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરમાં પડેલા બિનવારસી વાહનોને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સમગ્ર અમદાવાદ શહેરમાં પડી રહેલા બિનવારસી વાહનો કબજે કરવામાં આવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં પોલીસ દ્વારા 165 જેટલા બિનવારસી વાહનો કબજે કરવામાં આવ્યા છે.
શા માટે શરૂ કરાઇ ઝુંબેશ ?
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છેલ્લા થોડા સમયથી વધી રહેલા ગુનાઓને ધ્યાને લેતા તેમજ નોંધાયેલા ગુનાઓની વિસ્તૃત જાણકારી મેળવી તેમનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું કે જે પણ ટુ વ્હીલરનો ઉપયોગ ચોરી કે અન્ય ગુનાઓમાં કરવામાં આવે છે.
ટુ વ્હીલરનો ઉપયોગ થયા બાદ તેને કોઈપણ જગ્યાએ બીનવારસી હાલતમાં મૂકી દેવામાં આવે છે, જેમાં મોટા ભાગે ગુનાઓમાં વપરાયેલા ટુ વ્હીલર ચોરી કરેલા હોવાનું જ સામે આવ્યું છે. ગુનાને અંજામ આપ્યા બાદ ટુવિલરની નંબર પ્લેટ અથવા તો અન્ય કોઈ પાર્ટ્સ બદલી નાખવામાં આવે છે જેથી ટુ-વ્હીલરનો માલિક તને ઓળખી શકે નહીં.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધીમાં કબજે કરાયેલા વાહનોની તપાસ શરૂ કરવામાં આવી છે. કબજે કરાયેલા વાહનોના એન્જિન તેમજ ચેસીસ નંબરના આધારે વાહન માલિક સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જો વાહનો કોઈ ગુનામાં વપરાયેલા હશે તો તે મુજબની કાર્યવાહી પણ કરવામાં આવશે અને જો આવા કોઈ વાહનો ચોરાયેલા હશે તો તેને તેના મૂળ માલિક સુધી પહોંચાડવામાં આવશે.
ક્યાંથી મળ્યા સૌથી વધુ બિનવારસી વાહનો ?
મહત્વનું છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે બિનવારસી વાહનો કબજે કરવામાં આવ્યા છે. તે મોટાભાગે બેઝમેન્ટ પાર્કિંગ, કોમર્શિયલ પાર્કિંગ, ઓવરબ્રિજ નીચેના પાર્કિંગ અથવા તો રસ્તા પર ડિવાઈડર વચ્ચે પાર્ક કરાયેલા જગ્યાએથી મળી આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ઝુંબેશ હજી ત્રણથી ચાર દિવસ શરૂ રાખવામાં આવશે. જે બાદ જે પણ વાહનો કબજે કરાયા હશે તેનું વર્ગીકરણ કરવામાં આવશે અને તેમાંથી કેટલા વાહનો ચોરી કે અન્ય ગુનાઓમાં વપરાયેલા છે તેનું પણ એનાલીસીસ કરવામાં આવશે.
આ ઉપરાંત અગાઉ બનેલા ગુનામાં જે પ્રમાણે વાહનોનું વર્ણન આપવામાં આવ્યું છે તે પ્રમાણે પણ વાહનો શોધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલ તો ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરભરના બિનવારસી વાહનો શોધી રહી છે ત્યારે પોલીસે લોકોને પણ અપીલ કરી છે અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા +91 63596 25365 ખાસ મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં લોકો પણ પોતાના ઘર કે મોહલ્લાની આસપાસ પડેલા બિનવારસી વાહનોનું લોકેશન તેમજ ફોટો અથવા તો માહિતી વિશે જાણકારી આપી શકે છે. બિનવારસી વાહનોની જાણકારી આપનારા લોકોનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે તેમજ તેને યોગ્ય ઇનામ આપવાની પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.