રોજ લસણની બે કળી ખાલી પેટ ખાવાથી શું થાય ? 

28 Sep, 2024

લસણમાં પ્રોટીન, ફાઈબર, મેંગેનીઝ, સેલેનિયમ વગેરેની સાથે વિટામીન A, B, C અને K હોય છે. મુખ્ય તત્વ એલિસિન છે, જે તેને તીખો સ્વાદ અને તીવ્ર સુગંધ આપે છે.

લસણનો ઉપયોગ માત્ર ગ્રેવી અને શાકના મસાલા બનાવવા માટે જ થતો નથી, પરંતુ સવારે ખાલી પેટ લસણની બે કળી ખાવાથી ઘણા ફાયદા થઈ શકે છે.

દરરોજ કાચું લસણ ખાવાથી સાંધા અને માંસપેશીઓના દુખાવાથી બચાવ થાય છે અને રાહત મળે છે, આથી તે આર્થરાઈટિસમાં ખૂબ જ ફાયદાકારક છે.

રોજ ખાલી પેટ લસણનું સેવન કરવાથી વાળ સ્વસ્થ બને છે અને તેનું પાણી સ્કાલ્પ પર લગાવવાથી પણ ફાયદો થાય છે.

સવારે કાચા લસણની બે કળી ખાવાથી ત્વચા સ્વસ્થ બને છે અને ખીલ અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓથી રાહત મળે છે.

દરરોજ સવારે લસણની બે કળી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને મોસમી રોગોની શક્યતા ઓછી થાય છે.

પ્રેગ્નેન્સી દરમિયાન વધુ પડતું લસણ ન ખાવું કારણ કે તે ગરમ હોય છે આ સિવાય જો તમે કોઈપણ પ્રકારની દવાઓ લેતા હોવ તો આ વાતનું ધ્યાન રાખો.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.