Jamnagar : કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, જુઓ Video

Jamnagar : કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2024 | 11:42 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે જામનગરના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસતા બફારાથી લોકોને રાહત મળી છે.

ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. કાલાવડના શીશાંગ, નિકાવા, મોટાવડાલા, રાજડા, આણંદપરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સતત વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ

બીજી તરફ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નર્મદાના સાગબારામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો સુરેન્દ્રનગરના લખતરમાં 5.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉમરપાડામાં 4.9 ઈંચ વરસાદ, રાજકોટના ધોરાજીમાં 4.5 ઈંચ વરસાદ, જૂનાગઢના માણાવદરમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

Published on: Sep 28, 2024 11:18 AM
g clip-path="url(#clip0_868_265)">