Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું, 18 ગામ તરફ જવાનો રસ્તો થયો બંધ, જુઓ Video
રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ચકલા ચોક, પિરખા કુવા, વોકળાકાંઠા સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. રાજકોટના ધોરાજીમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ચકલા ચોક, પિરખા કુવા, વોકળાકાંઠા સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ધોરાજીના બહારપુરા વિસ્તારમાં અનેક કાર વરસાદી પાણીમાં ડૂબી હતી.
રાજકોટમાં ધોરાજી તાલુકામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યુ છે. નાની પરબડીમાં મેઘરાજાનો તાંડવ જોવા મળી રહ્યો છે. નાની પરબડીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે નાની પરબડીથી પસાર થતી ફુલઝર નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળી રહ્યુ છે.
ભારે વરસાદ બાદ ફુલઝર નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. નાની પરબડીથી જૂનાગઢ, ચોકી, તોરણિયા, ભેસાણ સહિત 18 ગામ તરફ જવાનો રસ્તો થયો બંધ થયો છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.