Dwarka News : ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી, જુઓ Video
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને ભાણવડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાણવડ પંથકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને ભાણવડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાણવડ પંથકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ ખાબક્તા મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે.
જામનગરમાં વરસ્યો ધોધમાર વરસાદ
બીજી તરફ રે જામનગરના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસતા બફારાથી લોકોને રાહત મળી છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. કાલાવડના શીશાંગ, નિકાવા, મોટાવડાલા, રાજડા, આણંદપરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સતત વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ વરસ્યો
બીજી તરફ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નર્મદાના સાગબારામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો સુરેન્દ્રનગરના લખતરમાં 5.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉમરપાડામાં 4.9 ઈંચ વરસાદ, રાજકોટના ધોરાજીમાં 4.5 ઈંચ વરસાદ, જૂનાગઢના માણાવદરમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.