ભાજપમાં જોડાયા બાદ અંબરીશ ડેરનું શક્તિપ્રદર્શન, રાજુલા સત્કાર સમારોહ કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક હોદ્દેદારોએ પણ કર્યા કેસરીયા- જુઓ વીડિયો

ગઈકાલે ભાજપમાં જોડાયા બાદ અંબરીશ ડેરનો આજે રાજુલા ભાજપ દ્વારા સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જેમા સી.આર.પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ડેર સહિતના તેમના સમર્થનમાં અનેક કોંગ્રેસના કાર્યકરો, તાલુકા કોંગ્રેસના હોદ્દેદારોએ કેસરીયા કર્યા હતા. પાટીલની હાજરીમાં કેસરીયા કરતા રાજુલા કોંગ્રેસમાં સન્નાટો છવાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2024 | 10:28 PM

અમરેલીના રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરએ કેસરિયો ખેસ પહેર્યા બાદ આજે રાજુલામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં શક્તિ પ્રદર્શન કર્યુ. પાટીલની હાજરીમાં કોંગ્રેસના અન્ય કાર્યકરો પણ ભાજપમાં જોડાઈ જતા રાજુલા કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો છે.

આ તકે સી.આર.પાટીલે જણાવ્યુ કે આખા ગુજરાતમાં મે જો કોઈને જાહેરમાં આમંંત્રણ આપ્યુ હોય તો ફક્ત અંબરીશ ડેરને આપ્યુ હતુ.   એકમાત્ર અંબરીશ ડેર એવા નેતા હતા જેમને મે જાહેરમાં ભાજપમાં જોડાવા આમંત્રણ આપ્યુ હતુ. પરંતુ તેઓ એક ના બે ન થયા. પરંતુ હવે દેર આયે દુરસ્ત આયે. આજે તેઓ વિકાસના રસ્તે આગળ વધી રહ્યા છે.

વધુમાં પાટીલે જણાવ્યુ કે મે અંબરીશ ડેરને એટલી જ ટકોર કરી હતી કે તમે જે કંઈપણ બોલો ત્યારે તમે આટલા વર્ષ જે પાર્ટીમાં રહ્યા છો તેની ટીકા નહીં કરતા.

રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરે ગઈકાલે કમલમમાં કેસરિયા કર્યા બાદ આજે રાજુલા શહેરમાં માર્કેટીંગ યાર્ડની સામે વિજય ચોકમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિ વચ્ચે સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોએ હોદ્દા પરથી રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસ પક્ષ છોડી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિ વચ્ચે ભાજપમાં કેસરીયા કર્યા હતા. સી.આર.પાટીલની સાથે નાયબ દંડક કૌશીક વેકરીયા, ધારાસભ્ય હીરા સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ કાબરીયા, સહિત ભારતીય જનતા પાર્ટીના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Input Credit- Jaydev Kathi- Rajula

આ પણ વાંચો: જુનાગઢ: મહાશિવરાત્રીના મેળામાં આવેલા સાધુ સંતોએ વિવિધ પ્રકારના યોગ કરી લોકોને સમજાવ્યો યોગનો મહિમા- જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
g clip-path="url(#clip0_868_265)">