જુનાગઢ: મહાશિવરાત્રીના મેળામાં આવેલા સાધુ સંતોએ વિવિધ પ્રકારના યોગ કરી લોકોને સમજાવ્યો યોગનો મહિમા- જુઓ વીડિયો

જુનાગઢ: મહાશિવરાત્રીના મેળામાં આવેલા સાધુ સંતોએ વિવિધ પ્રકારના યોગ કરી લોકોને સમજાવ્યો યોગનો મહિમા- જુઓ વીડિયો

| Updated on: Mar 06, 2024 | 9:12 PM

જુનાગઢ: ભવનાથમાં ગઈકાલથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ ગયો છે. આ મેળામાં દેશભરમાંથી સાધુ સંતો આવી પહોંચ્યા છે. ભવનાથમાં મહાદેવ મંદિર તરફના તમામ રસ્તા પર ભક્તોનો અવિરત જનસમુદાય જોવા મળી રહ્યો છે. આ મેળાના બીજા દિવસે સાધુ સંતોએ વિવિધ પ્રકારના યોગ કર્યા હતા.

જુનાગઢમાં આવેલા ભવનાથની તળેટી મહાશિવરાત્રીના મેળાને લઈને જય ગીરનારી અને હર હર મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠી છે. મેળાના અદ્દભૂત આકાશી દૃશ્યો પણ સામે આવ્યા છે. અહીં ચકડોળ સહિતની અનેક રાઈડ્સ પણ ધમધમી રહી છે. મંદિરે જતા તમામ રસ્તાઓ પર માનવ મહેરામણ જોવા મળી રહ્યુ છે. ભવનાથ તળેટીમાં આયોજિત આ મેળાના બીજા દિવસે સાધુ સંતોએ વિવિધ પ્રકારના યોગ કરી યોગનો મહિમા સમજાવ્યો હતો.

33 કોટી દેવામાં સૌપ્રથમ મહાદેવએ કર્યા હતા યોગ

ડભોઈના મહંત યોગાનંદ સરસ્વતીના જણાવ્યા મુજબ હિંદુ ધર્મમાં 33 કોટી દેવોમાંથી સૌથી પહેલા જો કોઈએ યોગ કર્યા હોય તો દેવાધિદેવ મહાદેવ છે. આ દેવોમાંથી સૌથી પહેલા યોગાસન કોણે કર્યા, શા માટે કર્યા, કોને આપવા માટે કર્યા તે અંગે જાણકારી આપતા જણાવ્યુ મહાદેવે સૌથી પ્રથમ યોગાસન, પ્રાણાયમ કર્યા, તમામ સિદ્ધિઓ તેમણે પ્રાપ્ત કરી છે. તેમની પાસે આવ્યા બાદ ગુરુ ગોરક્ષનાથે આ વિદ્યા સિદ્ધ હસ્ત કરી.  તેમણે નવદુર્ગા નવનાથ કર્યુ. તેમના બાદ આ યોગ વિદ્યા ઋષિમુનિઓ પાસે આવી. જેમા આદિગુરુ શંકરાચાર્ય પાસે આવ્યા અને તેમના ચાર શિષ્યોને તેમણે એ વિદ્યા આપી. આ ચાર શિષ્યો પાસેથી સિદ્ધ હસ્ત સંતો પાસે આ વિદ્યા આવી.

ગેબી ગીરનારમાંથી આવેલા સાધુઓ શિવરાત્રી પુરી થતા ક્યાં જાય છે તે રહસ્ય અકબંધ

ગેબી ગીરનારમાં અનેક સિદ્ધહસ્ત સાધુઓ ભૂગર્ભમાં ગુફા કરીને તપ કરતા હોય છે. આ સાધુઓ ભવનાથમાં મહાશિવરાત્રીએ મંદિર પર ધજા ચઢે ત્યારે જ વર્ષમાં માત્ર એકવાર ગુફામાંથી બહાર આવે છે અને શિવરાત્રી પુરી થતા આ સાધુઓ પરત ક્યાં અને ક્યારે ફરે છે તે રહસ્ય આજસુધી અકબંધ રહ્યુ છે. જો કે એક માન્યતા એવી છે કે શિવરાત્રીની મધરાતે રવાડી બાદ ભવનાથ મંદિરના મૃગી કુંડમાં સ્નાન લેતા કેટલાક અદૃશ્ય થઈ જાય છે. ગેબી ગીરનારની ગોદમાં આવા અનેક અકળ રહસ્યો ધરબાયેલા છે. જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યુ નથી.

આ પણ વાંચો: મહાશિવરાત્રીને ધ્યાને રાખી સોમનાથ મંદિર 42 કલાક રહેશે ખુલ્લુ, ભાવિકો માટે કરાયા વિવિધ ભક્તિમય આયોજનો- Photos

જુનાગઢ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">