Rajkot અગ્નિકાંડમાં 07 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ, પ્રોહીબિશન એક્ટ નીચે ગુન્હો નોંધાયો, જુઓ Video
Rajkot fire incident : રાજકોટમાં ગેમિંગ ઝોનમાં લાગેલી આગના કારણે સમગ્ર રાજ્ય શોકમાં છે. 28 લોકોના મોત બાદ પરિવારજનોની હાલત ખરાબ છે અને રડી રહ્યા છે. આ ઘટના ઘટ્યા બાદ સીએમ તેમજ ગૃહમંત્રીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
Rajkot Game Zone fire Case : રાજકોટમાં આવેલા TRP ગેમ ઝોનના માલિકો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ નીચે ગુન્હો નોંધવામાં આવ્યો છે. ઘટના બાદ રાતે 3 કલાકે શરુ થયેલી SIT ની તપાસમાં CM અને ગૃહમંત્રીની સીધી નજર હેઠળ આજે સાંજ સુધીમાં વધુ કડક પગલા લેવાય તેવી શક્યતાઓ રહેલી છે.
સસ્પેન્ડ કરાયેલા પાંચ લોકોમાં રાજકોટ મનપાના ટાઉન પ્લાનર, એન્જિનિયર, માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનીયર અને બે સિનિયર પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કુલ મળીને 07 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે.
શોક વ્યક્ત કરવા માટે બંધની જાહેરાત
ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે 28 લોકોના મોત થયા છે. આ કરૂણ અકસ્માતથી સમગ્ર શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય આઘાતમાં છે. દરેક વ્યક્તિ મૃત્યુનો શોક વ્યક્ત કરી રહ્યો છે. ઘણા સંગઠનોએ ગેમિંગ ઝોનમાં આગમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કરવા માટે બંધની જાહેરાત કરી છે. સોમવારે શહેરમાં અડધા દિવસના બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાજકોટની ગુંદાવાડી, ધર્મેન્દ્રરોડ માર્કેટ, પરા બજાર સહિતની બજારો બપોરે 1:00 વાગ્યા સુધી બંધ રહેશે.