જામનગરમાં અનેક સોસાયટીમાં હજુ નથી ઓસર્યા પાણી, જ્યાં જુઓ ત્યાં રસ્તાઓનું ધોવાણ અને ગંદકીથી ખદબદતા વિસ્તારો- જુઓ Video
જામનગરમાંથી ભલે ધીમે ધીમે પૂરના પાણી ઓસરી રહ્યા હોય. પરંતુ હજુ પણ અનેક વિસ્તારો જળબંબાકાર જોવા મળી રહ્યા છે. અનેક સોસાયટીઓમાં હજુ પણ ચારથી પાંચ ફુટ પાણી જોવા મળી રહ્યા છે. માત્ર જામનગર શહેર જ નહીં પરંતુ ગામડાઓમાં પણ સ્થિતિ સૌથી ખરાબ છે. ગામડાઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે.
વરસાદે સર્જેલી તારાજીને કારણે જામનગરમાં પણ મુશ્કેલી ઓછી નથી. જળના પ્રચંડ પ્રહારથી શહેરની હાલત બદતર થઈ ગઇ છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સોસાયટીઓમાં હજુ પણ ચારથી પાંચ ફુટ પાણી જોવા મળી રહ્યા છે. જામનગરને છેલ્લા 48 કલાકથી મેઘરાજાએ કેવી રીતે ઘમરોળ્યું છે. જળના પ્રચંડ પ્રહાર આગળ કોઇ પણ ટકી શકે તેમ નથી. વરસાદના કહેરથી રસ્તાઓનું કેવી રીતે ધોવાણ થયું છે. પાણીના વહેણમાં પુલનો એક ભાગ તૂટી ગયો છે. પડાણા પાટીયાથી ચંગા પાટીયા જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે.
જામનગરમાં અસંખ્ય નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
જામનગરમાં ભારે વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. દરેડમાં 1500 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. દરેડ પ્રાથમિક શાળા, પીટીસી કોલેજ, ભરવાડ સમાજમાં તેમને આશરો અપાયો. તંત્ર અને સેવાભાવીઓ દ્વારા સ્થળાંતરીત લોકો માટે ફૂડ પેકેટનું વિતરણ કરાયું.
વરસાદ રહ્યો પરંતુ પાણી ન ઓસરતા સમસ્યાઓનો પહાડ
જામનગરમાંથી ભલે ધીમે ધીમે પૂરના પાણી ઓસરી રહ્યા હોય. પરંતુ હજુ પણ અનેક વિસ્તારો જળબંબાકાર જોવા મળી રહ્યા છે. અનેક સોસાયટીઓમાં હજુ પણ ચારથી પાંચ ફુટ પાણી જોવા મળી રહ્યા છે. માત્ર જામનગર શહેર જ નહીં પરંતુ ગામડાઓમાં પણ સ્થિતિ સૌથી ખરાબ છે. ગામડાઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે. અનેક ગામડાઓમાં છેલ્લા ચાર દિવસથી વિજળી નથી. જેના કારણે હવે વીજ કંપનીઓએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે.
જામનગરમાં હજુ પણ વરસાદનું યલો ઍલર્ટ
જામનગરમાં ધોધમાર વરસાદ બાદ સ્થિતિ વણસી હતી. નીચાણવાળા અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે હાલ ધારાસભ્ય રિવાબા જાડેજા સ્થાનિકોની વહારે પહોંચ્યા છે. બુધવારના રોજ તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને. પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને લોકોને સ્થળાંતર માટે મદદ કરી હતી. આજે PGVCLના અધિકારીઓ સાથે બેઠક કરીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી કામગીરી કરવા સૂચના આપી હતી. વીજળીની સમસ્યાનો ઝડપથી ઉકેલ આવે અને લોકોને ઝડપથી રાહત મળે તે માટે તેમણે પ્રયાસ હાથ ધર્યા હતા. જામનગરમાં હજુ પણ આગામી કલાકોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. જેથી હાલ તંત્ર એલર્ટ છે અને લોકોએ પણ હજુ 24 કલાક સાવધાન રહેવું પડશે.
Input Credit- Divyesh Vayeda- Jamnagar