રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મામલે હાઇકોર્ટ નારાજ, સરકારના બે ઉચ્ચ અધિકારીઓને હાઇકોર્ટનું તેડું

રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મામલે હાઇકોર્ટ નારાજ, સરકારના બે ઉચ્ચ અધિકારીઓને હાઇકોર્ટનું તેડું

Ronak Varma
| Edited By: | Updated on: Aug 22, 2024 | 7:31 PM

રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મામલે ચાલી રહેલી અરજી મામલે હાઇકોર્ટ દ્વારા આ બંને અધિકારીઓને 29 ઓગસ્ટના રોજ રૂબરૂ કોર્ટ સમક્ષ હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે. વર્ષ 2019થી અત્યાર સુધી થયેલી કામગીરી મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. જે બાદ કોર્ટે આ બંને અધિકારીઓને હાજર રહેવાનો હુકમ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મામલે સખત નારાજગી વ્યક્ત કરી છે અને સરકારના બે ઉચ્ચ અધિકારીઓને કાર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ M.K.દાસ અને શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમારને કોર્ટનું તેડું આવ્યું છે.

રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મામલે ચાલી રહેલી અરજી મામલે હાઇકોર્ટ દ્વારા આ બંને અધિકારીઓને 29 ઓગસ્ટના રોજ રૂબરૂ કોર્ટ સમક્ષ હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે. વર્ષ 2019થી અત્યાર સુધી થયેલી કામગીરી મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. જે બાદ કોર્ટે આ બંને અધિકારીઓને હાજર રહેવાનો હુકમ કર્યો છે.

હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્યવ્યાપી કાર્યવાહીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. અગાઉ કોર્ટે માત્ર અમદાવાદ નહીં, રાજ્યભરમાં સમસ્યાને નિવારવા માટે નિર્દેશ આપ્યા હતા. આડેધડ ટ્રાફિક મામલે પણ યોગ્ય કામગીરી અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવા હાઇકોર્ટે આદેશ આપ્યા હતા. અધિકારીઓની જવાબદારી સહિતની બ્લુ પ્રિન્ટ કોર્ટમાં થઈ શકે છે રજૂ

g clip-path="url(#clip0_868_265)">