Morbi : હળવદ દુર્ઘટનાને પગલે વેપારી એસોસિએશનું બંધનું એલાન, મૃતકોને અપાશે શ્રદ્ધાંજલિ
દુર્ઘટનાને પગલે આજે હળવદ બંધનું (Halvad Bandh) એલાન આપવામાં આવ્યું છે.વેપારી એસોસિએશને મૃતક શ્રમિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બંધનું એલાન આપ્યું છે.
Morbi tragedy: મોરબીની હળવદ GIDCમાં આવેલા મીઠાના કારખાનામાં દીવાલ ધરાશાયી થતાં 12 શ્રમિકનાં મોત હતા, ત્યારે દુર્ઘટનાને લઈને આજે હળવદ બંધનું (Halvad Bandh) એલાન આપવામાં આવ્યું છે.વેપારી એસોસિએશને મૃતક શ્રમિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બંધનું એલાન આપ્યું છે.આ દરમિયાન સવારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પણ યોજાશે. તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટનામાં(Tragedy) મૃત્યુ પામેલા લોકોના બુધવારે રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. GIDCના મફતિયાપરા રહેતા એક જ પરિવારના 8 લોકોની અંતિમ યાત્રા નીકળી હતી.સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.પરિવાર અને સંબધીઓના હૈયાફાટ રૂદનથી કરૂણ દ્રશ્યો સજાર્યા હતા.
પરિવાર અને સંબધીઓના હૈયાફાટ રૂદનથી કરૂણ દ્રશ્યો સજાર્યા
પરિવારના સભ્યોના આક્રંદથી અંતિમ યાત્રામાં જોડાયેલા તમામ લોકોની આંખો ભીંજાઇ ગઈ હતી.અન્ય 3 લોકોના અગ્નિ સંસ્કાર કચ્છના કુંભારીયા ગામ ખાતે કરવામાં આવ્યા હતા.મહત્વનું છે કે હળવદ દુર્ઘટનામાં બે પરિવારના 9 લોકો સહિત 12 લોકોનાં મોત થયા હતા.જેમાં કચ્છના(Kutch) વાગડ પંથકમાંથી મજૂરી અર્થે આવેલા એક પરિવારના 6 લોકો અને બીજા પરિવારના 3 લોકોના પણ મોત થયા હતા.

કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને બનાવી શકે છે ઈલેક્શન કમિટીની ચેરપર્સન- સૂત્ર

હવે જમીનના હેતુફેરની પ્રક્રિયા થશે સરળ, સરકારે કર્યા આ ચાર મોટા નિર્ણય

"કોંગ્રેસની વર્કિગ કમિટીમાં જિલ્લાધ્યક્ષોને વધુ સશક્ત બનાવવા ચર્ચા"

અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
