વિકાસને વેગ : મોરબી જિલ્લામાં મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ
Morbi News : આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે, ત્યારે ભાજપ દ્વારા લાખોની સંખ્યામાં જનમેદની એકત્ર કરીને શક્તિ પ્રદર્શન કરશે.

મોરબી જિલ્લાના(Morbi District) માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે આવેલ રામબાઈ માતાજીની પવિત્ર જગ્યા ખાતે મંગળાવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે ભોજનાલય, સભાખંડ, સહિતના 2.65 કરોડના કામો તેમજ આરોગ્ય વિભાગના 2.48 કરોડના ખર્ચે તૈયાર થયેલ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિત ભાજપના(BJP) રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
250 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતા રામબાઈ માતાજીની પવિત્ર જગ્યા ખાતે પ્રવાસનને વેગ આપવા માટે રાજ્ય સરકારની (Gujarat Government) પ્રવાસન ઉદ્યોગની ગ્રાન્ટમાંથી વિશાળ ભોજનાલય, સત્સંગ હોલ સહિતના 2.65 કરોડના ખર્ચે વિકાસના કામો તૈયાર કરવામાં આવ્યા છે. તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત વવાણીયા પીએસસી સેન્ટર, (PHC Center) ટંકારા ખાતે 50 બેડ કોવિડ વોર્ડ, ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plant)તથા માળીયા ખાતે 20 બેડનો કોવિડ વોર્ડ અને ઓક્સિજન પ્લાન્ટ સહિતના આરોગ્ય વિષયક 2.48 કરોડના કામોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ સહિતના ભાજપના રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ મુલાકાતે આવશે, ભાજપ દ્વારા કવાયત આરંભાઇ
28 મે ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રાજકોટ જિલ્લાની મુલાકાતે છે.આટકોટ(ATKOT) ખાતે કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ થવાનું છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે, ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપ દ્વારા ક્વાયત તેજ કરવામાં આવી રહી છે.મંગળવારે રાજકોટના (Rajkot) સર્કિટ હાઉસ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની(CR Patil) ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રના અલગ- અલગ જિલ્લાઓના નેતાઓની એક બેઠક મળી હતી.જેમાં કાર્યક્રમને લઇને સમીક્ષા કરવામાં આવી હતી.
આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે, ત્યારે ભાજપ દ્વારા લાખોની સંખ્યામાં જનમેદની એકત્ર કરીને શક્તિ પ્રદર્શન કરશે.આ આયોજનના ભાગ રૂપે સી.આર પાટીલ દ્વારા તમામ જિલ્લાઓના હોદ્દેદારોને જનમેદની એકત્ર કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ અને નેતાઓના ક્લાસ પણ લેવામાં આવ્યા હતા.
આ જિલ્લાઓના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત
આ અંગે સી.આર.પાટીલે કહ્યું હતું કે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોય એટલે સંખ્યા અને આયોજનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્રના આગેવાનો સાથે બેઠક કરીને આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી.આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે મળેલી બેઠકમાં રાજકોટ,જામનગર,જુનાગઢ,અમરેલી,સુરેન્દ્રનગર,મોરબી,બોટાદજિલ્લાના પ્રભારી,સંગઠનના હોદ્દેદારો તથા પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.