Gujarat Rains : ગુજરાતમાં 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ, 11 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, જુઓ Video
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં 3 સિસ્ટમ તરખાટ મચાવશે. ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો કચ્છમાં મૂશળધાર વરસી શકે છે.
ગુજરાતમાં ગઇકાલથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના પગલે અનેક તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ મહેસાણામાં વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ મહેસાણામાં 7 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજ અને વીસનગરમાં 6.5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભરૂચના હાંસોટમાં 5.9 ઈંચ વરસાદ નોંધાયો છે. 11 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સાંતલપુર, નડિયાદ, વડનગર, બહુચરાજી, ઉંઝા અને વાપીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.
24 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો રાજ્યના 70 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે અનેક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે. તો કેટલાક સ્થળોએ વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી રહી છે.
મહત્વનું છે કે હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં 3 સિસ્ટમ તરખાટ મચાવશે. ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો કચ્છમાં મૂશળધાર વરસી શકે છે.