જુનાગઢના જુના અખાડાના મહંત મહેશગીરી સહિત 4 સાધુઓને પદભ્રષ્ટ કરવાનો મહાકુંભમાં નિર્ણય – Video

|

Jan 28, 2025 | 8:24 PM

છેલ્લા ઘણા સમયથી ભવનાથમાં ચાલી રહેલા અંબાજી મંદિરના ગાદી વિવાદ અને ભવનાથ મહાદેવ મંદિરના મહંત પદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં મુખ્ય ભૂમિકા ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીની છે. જેમણે અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થયા બાદ ખોટી રીતે સહી સિક્કા કરાવી લઈ ગાદી પદ હડપવાનો પ્રયાસ કર્યો. છેલ્લા 6-7 મહિનાથી ચાલી રહેલા આ વિવાદમાં વચ્ચે મોટા સમાચાર એ સામે આવ્યા છે કે મહાકુંભમાં જુના અખાડા દ્વારા મહેશગીરી સહિત ચાર સાધુઓને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે.

અખાડાના નિયમોનો ભંગ કરનાર સાધુઓને પદભ્રષ્ટ કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી ભવનાથમાં અંબાજી મંદિરની ગાદીનો વિવાદ વકર્યો છે. અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થતા મહંત મહેશગીરી તેના પર દાવો કરી રહ્યા છે. જેને લઈને વિવાદ વધુ વકર્યો છે. પહેલેથી જ વિવાદમાં રહેલા મહેશગીરી સામે મહાકુંભમાં જુના અખાડાના બંધારણ મુજબ તેમને પદભ્રષ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. મહેશગીરી સહિત મહાદેવગીરી, અમૃતગીરી અને કનૈયાગીરીને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે.

મહંત મહેશગીરીએ જુના અખાડા પરિષદના સેક્રેટરી રહેલા હરીગીરી પર ભવનાથ મંદિર હડપ કરવા માટે 5 કરોડ રૂપિયા આપ્યા હોવાનો લેટરબોંબ પણ ફોડ્યો હતો. જેમા જુનાગઢના બે પૂર્વ કલેક્ટરના નામો પણ સામે આવ્યા છે. આ ઉપરાંત મહેશ ગીરીએ ખોટી અંબાજી મંદિરના મહંત તનસુખ ગીરીના ખોટા સહીસિક્કા કરી પોતાને મંદિરના ગાદીપતિ ગણાવતા ગાદી માટેની ખેંચતાણ શરૂ થઈ છે. આ તમામ વિવાદોને પગલે જુના અખાડા દ્વારા હાલ મહેશગીરી સહિત ત્રણ મહંતોને સસ્પેન્ડ કરાયા છે.

શું કહે છે અખાડાનું બંધારણ

અખાડાના નિયમો મુજબ જો કોઈ સાધુ દિક્ષા લીધા બાદ કોઈ વિવાદમાં સપડાય તો તેને પદભ્રષ્ટ કરવામાં આવે છે. જો કોઈ સાધુ દિક્ષા લીધા બાદ વિવાહ કરી લે, કોઈની હત્યા કરે અથવા દુષ્કર્મ, છેડતી જેવા કેસમાં પકડાય ત તેને અખાડામાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. અખાડામાંથી તેમને પદભ્રષ્ટ કર્યા બાદ તેમના પર ભારતીય બંધારણ પ્રમાણે કલમ લગાવવામાં આવે છે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત જો અખાડાના બે સભ્યોને અંદરો અંદર ઝઘડો થાય, છાવણીમાંથી કોઈને સામાન ચોરી કરતા પકડાય, દેવસ્થાનને અપવિત્ર કરે અથવા વર્જિત સ્થાન પર પ્રવેશ કરે અથવા અખાડાના સ્ટેજ પર કોઈ અપાત્ર ચડી જાય તો તેને અખાડાની કોર્ટ દ્વારા સજા આપવામાં આવે છે. અખાડાના જે સભ્ય આ કાયદાનું પાલન નથી કરતા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે.

ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
સ્મૃતિ મંધાનાએ બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ
પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?
પ્રિયંકા ચોપરાએ પિતાની બાઇકથી લઈને પ્રથમ મોડેલિંગ શૂટના ફોટો શેર કર્યા

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 8:23 pm, Tue, 28 January 25