AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટેસ્લાની સાયબર ટ્રકની સૌપ્રથમ સુરતમાં થઈ એન્ટ્રી, જાણીતા કારપ્રેમી ઉદ્યોગપતિએ ખાસ દુબઈથી મગાવી આ ફાઉન્ટેન મોડલ કાર- જાણો વિશેષતા

સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહે દુબઈથી ટેસ્લાની સાયબરટ્રક મંગાવી છે, જે ભારતમાં હજુ લોન્ચ નથી થઈ. આ ફ્યુચરિસ્ટિક કારની ડિઝાઇન અને વિશેષતાઓએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. કારની બોડી સ્ટીલની છે અને 6 કલાક ચાર્જિંગથી 550 કિમી ચાલે છે. આ ઘટના ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ચર્ચાનો વિષય બની છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Apr 26, 2025 | 4:57 PM
Share

સુરત માં છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર એક એવી કારના ફોટા અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જે હજુ સુધી ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ જ નથી. જોકે, આ કારનો લુક જોઈને દેશભરના લોકોમાં એક જુસ્સો અને ઉત્સુકતા જોવા મળી રહી છે. વાત છે દુનિયાભરમાં ચર્ચામાં રહેલી ટેસ્લાની સાયબરટ્રકની. સુરત માં પ્રથમ કાર જોવા મળી. હવે આ અદ્ભુત ટેસ્લા સાયબરટ્રક પહેલી વાર ભારત પહોંચી છે. એ પણ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, પરંતુ સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહ દ્વારા મગાવવામાં આવી છે. કારપ્રેમીએ આ સાયબરટ્રક પર પોતાના ઘરનું નામ ‘ગોપીન’ લખાવ્યું છે.”

સુરત શહેર ની વાત કરવામાં આવ તો સુરત શહેરના લોકો કાર ના મોટા શોખીન છે કારણ કે આજ સુધી એવું નથી બન્યું કે દુનિયાનો કોઈ પણ કાર અને ગમે એટલી મોંઘી કાર સુરતમાં આવી ના હોય અને તે પણ સૌથી પહેલા “આ ટેસ્લા સાયબરટ્રક ભારતમાં કેવી રીતે આવી? તો જણાવી દઈએ કે સુરતના ઉદ્યોગપતિ લવજી બાદશાહે આ ટેસ્લા સાયબરટ્રક દુબઈથી ખાસ મગાવી છે અને એ દુબઈ પાસિંગ સાથે ભારતમાં આવી છે. અત્યારસુધી કોઈ જાણતું પણ નહોતું કે આ ટેસ્લા સાયબરટ્રક કોણે મગાવી છે, પરંતુ હવે જ્યારે એનો ખુલાસો થયો છે ત્યારે એ સમાચાર ભારતીય ઓટોમોબાઈલ જગતમાં ચર્ચાનો વિષય બની ગયો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ ફોટા અને વીડિયોઝમાં આ ટેસ્લા સાયબરટ્રક ટ્રાન્સપોર્ટ દરમિયાન જોવા મળી હતી. એ સમયે એના પર દુબઈની નંબરપ્લેટ હતી, જેના કારણે લોકોમાં વધુ ઉત્સુકતા જાગી હતી. હવે આ સાયબરટ્રક મુંબઈમાંથી પસાર થઈને સુરત પહોંચી ગઈ છે.

  • આ કાર ટેસ્લા ની ફાઉન્ટેન મોડેલ છે.
  • એક સંપૂર્ણ ઇલેક્ટ્રિક, પૂર્ણ-કદનો પિકઅપ ટ્રક છે.
  • સાયબરટ્રકની વિશેષતાઓમાં 18.5-ઇંચ ટચસ્ક્રીન
  • 15-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, પેનોરેમિક ગ્લાસ રૂફ,
  • મલ્ટી-ઝોન એસી, વાયરલેસ ફોન ચાર્જર
  • અને એર પ્યુરિફાયરનો સમાવેશ થાય છે.
  • 4.1 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે.
  • અંદાજિત EPA રેન્જ 250-340 માઇલ (400-545 કિમી) છે.

ટેસ્લા કંપનીએ હજી સુધી ભારતમાં સાયબર ટ્રક લોન્ચ કરવાનો કોઈ પ્લાન જાહેર કર્યો નથી. હાલ કંપની “મોડલ 3” અને “મોડલ Y” દ્વારા ભારતીય બજારમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે પરંતુ, એ બધાની વચ્ચે લવજી બાદશાહે પોતાના શોખ માટે જે રીતે દુનિયાની સૌથી ફ્યુચરિસ્ટિક અને ટફ કારમાંથી એક એવી સાયબર ટ્રક ભારતમાં લાવવી એ ખરેખર બોલ્ડ પગલું ગણાય.

આ કાર ની વિશેષતા વાત કરીએ તો આખી બોડી સ્ટીલ બોડી છે. સૌથી મોટી વાત કે આ કાર ને કોઈ ગોળ સેફ આપ્યો નથી. માત્ર ચોરસ સેફ માં છે. ટેસ્લાની સાયબર ટ્રકની ડિઝાઇન એકદમ અલગ છે. તેનો લુક એવો લાગે છે કે, કોઈ રોબોટિક ફિલ્મના સુપરહીરો માટે બનાવામાં આવી હોય.

આ ટ્રક 30 ગણા મજબૂત સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે, જેના કારણે એ અત્યંત ટફ છે. તેમાં કોઈ જ ગોળ સપાટીઓ નથી. એ જોઈને કોઈપણ વ્યક્તિ એક ક્ષણ માટે અચંબિત થઈ જાય. આ ઇલોક્ટ્રોનિક કાર છે. જે 6 કલાક સુધી ચાર્જિંગમાં મુકવાથી 550 કિલો મીટર સુધી ચાલે છે. ઉદ્યોગપતિએ સાયબર ટ્રક પર પોતાના ઘરનું નામ લખાવ્યું આ સાયબરટ્રકમાં ખાસ બુલેટપ્રૂફ ગ્લાસ છે. આ ડિઝાઇન અન્ય કારની ડિઝાઇન કરતાં અલગ છે. વધુમાં, તેમાં આવેલી એડજસ્ટેબલ એર સસ્પેન્શન સિસ્ટમ તેને દરેક પ્રકારના રસ્તા માટે અનુકૂળ બનાવે છે તો એ ખરેખર સિટી ડ્રાઇવિંગથી લઈને ઓફ-રોડ એડવેન્ચર સુધી માટે તૈયાર છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">