Morbi : મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ, જુઓ Video

Morbi : મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2025 | 1:39 PM

મોરબી નગરપાલિકાને હવે રાજ્ય સરકારે મહાનગરપાલિકાનો દરજ્જો આપતા મોરબીના સીરામીક ઉદ્યોગકારોએ વિકાસનો આશાવાદ વ્યક્ત કર્યો છે. મોરબી મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોએ રસ્તા,ટ્રાફિક વ્યવસ્થા, આવાસ, જાહેર પરિવહન સહિતની સુવિધામાં સુધારો થવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.

પહેલા મોરબી નગરપાલિકા હોવાથી સુવિધા અને વિકાસ માટે મર્યાદા હતી પરંતુ હવે નગરપાલિકા બનતા વિકાસ કાર્યોની ગતિ વધશે. મોરબી સિરામિક ઉદ્યોગ એસોસિયેશનના પ્રમુખે કહ્યું કે પહેલા સુવિધાના અભાવે કેટલાક ઉદ્યોગ પતિઓ રાજકોટ કે અમદાવાદ રહેવા જતા રહેતા હતા. પરંતુ હવે મોરબી મહાનગરપાલિકા બનતા લોકો અહીં જ વસવાટ કરશે.

ગુજરાતમાં બની 9 નવી મહાનગરપાલિકા

ગુજરાતમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણયને મંજૂરી આપી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વધુ એક જિલ્લો અલગ કરવાની જાહેરાત કરતા જ રાજનીતી ગરમાઈ છે.

g clip-path="url(#clip0_868_265)">