ભાવનગરના મહુવા તાલુકામાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓ વચ્ચે વિવાદ થતા ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી હતી. ટ્રાન્સપોર્ટ માલિકો અને વેપારીઓ વચ્ચે વિવાદ થતા ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે. વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ માલિકો વચ્ચે સમાધાન બાદ બેઠકનો દોર શરૂ થયો હતો. જેમા ડુંગળી લોડ થયા બાદ જવાબદારી ન લેતા હરાજી બંધ રખાઈ હતી. છેલ્લા દોઢ મહિનાથી સમસ્યા હોવાનો ખેડૂતોનો આરોપ છે.
એક તરફ ડુંગળીની નિકાસ બંધ કરી દેવાતા ખેડૂતોને પાણીના ભાવે ડુંગળી વેચી દેવાની અને કાઢી નાખવાની ફરજ પડી છે, બીજી તરફ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા સહયોગ ન કરાતા ખેડૂતોને પરેશાની વેઠવાનો વારો આવે છે. આ વર્ષ ડુંગળી પકવતા ખેડૂતો માટે ઘણુ ભારે રહ્યુ છે. પૂરતા ભાવ ન મળવાનો માર સહન કરી રહેલા ખેડૂતો રોજ નીતનવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને નુકસાની વેઠી રહ્યા છે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો