જુનાગઢના વંથલી ટોલનાકા મુદ્દે તંત્રની કાર્યવાહી, ગોદાઇ પાસેનો બાયપાસ રોડ કરાયો બંધ, ટોલ પ્લાઝાને પહોંચાડતા હતા આર્થિક નુકસાન
જુનાગઢના વંથલીના ગાદોઈ ગામ પાસે ધમધમતા નક્લી ટોલનાકા મુદ્દે tv9ના અહેવાલ તંત્રએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ગોદાઈ પાસેનો બાયપાસ રોડ બંધ કરી દેવાયો છે. બોગસ ટોલનાકાથી ગેરકાયદે વાહન પસાર થવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
જુનાગઢના વંથલીમાં આવેલા ગાદોઇ ગામ પાસે બોગસ ટોલનાકા મુદ્દે tv9ના અહેવાલ બાદ તંત્રએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને બોગસ ટોલનાકાથી ગેરકાયદે વાહન પસાર થવા પર પ્રતિબંધ લગાવ્યો છે. મહત્વનું છે, tv9ના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું હતું અને તપાસ બેસાડી હતી. ત્યારે તપાસ સમિતિનો રિપોર્ટ આવતા.. જે સ્થળ પરથી વાહનોને ગેરકાયદે રીતે પસાર કરાતા હતા, તે પાળો તોડી નાંખવામાં આવ્યો છે. હકીકતમાં એ રસ્તો નહીં, સિંચાઇ વિભાગના હસ્તકનો પાળો હતો. જેને હવે ફરી પૂર્વવત કરી દેવાયો છે. ત્યાંથી વાહનો પસાર ન થાય તે રીતે કામગીરી કરાઇ રહી છે.
આ પણ વાંચો: ગાંધીનગર: વાઈબ્રન્ટ સમિટ 2024માં મહાનુભાવોને આગમનને પગલે ટ્રાફિક વિભાગ દ્વારા કરાઈ આ ખાસ વ્યવસ્થા- વાંચો
ઉલ્લેખનીય છે, આગામી સમયમાં જાહેરનામું પણ બહાર પડાશે અને ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ માટે બેરિયર લગાવાશે. આ સાથે જ ટોલનાકાને સ્થળાંતર કરવા પણ સૂચના અપાઇ છે. જેથી ગેરકાયદે વાહનો પસાર નહીં થઇ શકે અને વાહનોને ટોલ ટેક્સ ચૂકવવો પડે.
જો કે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે રાજ્યમાં હજી કેટલા બોગસ ટોલનાકા ધમધમતા હશે ! ક્યારે અટકશે બોગસનો ગોરખધંધો ? રાજ્યમાં સર્જાયેલી બોગસની ભરમાર ક્યારે અટકશે ? જુનાગઢ પોલીસે બોગસ ટોલનાકા મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે તપાસમાં વધુ કયા નવા ખુલાસા સામે આવે છે તે પણ જોવુ રહ્યુ.
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો