બનાસકાંઠા: થરાદમાં સરકારી પાઠ્ય પુસ્તકો બારોબાર પસ્તીમાં પધરાવી દેવાનું ઝડપાયુ કૌભાંડ, DPEOએ આપ્યા તપાસના આદેશ- વીડિયો
બનાસકાંઠાના થરાદમાં સરકારી પાડ્ય પુસ્તકો બારોબાર પસ્તીમાં વેચવાનું કૌભાંડ સામે આવ્યુ છે. પુસ્તકોનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે તપાસ હાથ ધરાઈ છે. ધોરણ 2 થી ધોરણ 10ના પુસ્તકોના થપ્પે થપ્પા પસ્તીમાંથી મળી આવ્યા હતા.
સરકારી શાળાઓમાં બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે સરકાર વિનામૂલ્યે પુસ્તકો આપે છે., પરંતુ કેટલાક તત્વો આ બાળકોના લાભ પર તરાપ મારીને તેમાથી પણ પોતાનું ખિસ્સું ભરતા હોય છે. આવું જ એક કૌભાંડ બનાસકાંઠાના થરાદમાંથી સામે આવ્યું છે. જ્યાં કે.આર.ટ્રેડર્સ માંથી 2023-24 વર્ષના નવા સરકારી પુસ્તકો પસ્તીમાંથી મળી આવ્યા છે. ધોરણ 2થી લઈને ધો.10 સુધીના અલગ અલગ વિષયોના સરકારી પુસ્તકોના પસ્તીમાં થપ્પે થપ્પે મળી આવ્યા હતા.લ જેની જાણ થતાં જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ TPO અને BRCને તપાસ સોંપી. જ્યારે કે.આર.ટ્રેડર્સનો માલિક ફરાર થતા તેની શોધખોળ હાથ ધરાઈ છે.
જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ બાદ તાલુકા શિક્ષણ અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પુસ્તકોનો જથ્થો કે.આર ટ્રેડર્સમાં ક્યાંથી પહોંચ્યો તે મામલે તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન તપાસ રિપોર્ટ બાદ દોષીતો વિરુદ્ધ કર્યવાહી કરવાનું જણાવ્યું હતું.
દોષિતો જયારે પકડાશે ત્યારે કાર્યવાહી થશે પરંતુ જે ગરીબ બાળકો આ પુસ્તકોથી વંચિત રહ્યા હશે તેનું શું ? પસ્તીમાં પડેલા આ પુસ્તકો બાળકોનું ભવિષ્ય છે. ત્યારે સવાલ એ છે કે આ સરકારી પુસ્તકોનો જથ્થો પસ્તીમાં ક્યાંથી કેવી રીતે આવ્યા ? પુસ્તકો બારોબાર પસ્તીમાં કોણે વેંચ્યા ? ત્યારે બાળકોના ભવિષ્યને વેચનારા સામે નક્કર કાર્યવાહી થાય તે જરૂરી છે.
Input Credit- Atul Trivedi- Banaskantha

અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી

Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત

ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ

અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
