Gandhinagar : RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા, સોફ્ટવેરમાં સર્જાઇ ખામી, જૂઓ Video
ગાંધીનગરમાં RTO ઓફિસમાં 13 દિવસથી બંધ ટ્રેક શરુ થયા બાદ હવે સોફ્ટવેરમાં ટેકનીકલ ખામી સર્જાતા અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે. સર્વર અને ટ્રેક બંધ રહેવાથી અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગાંધીનગરમાં RTO ઓફિસમાં 13 દિવસથી બંધ ટ્રેક શરુ થયા બાદ હવે સોફ્ટવેરમાં ટેકનીકલ ખામી સર્જાતા અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે. સર્વર અને ટ્રેક બંધ રહેવાથી અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો- Gujarat Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદી માહોલ, જુઓ Video
RTO ઓફિસમાં ટેકનિકલ કારણોસર સર્વર અને ટ્રેક બંધ રહેવાથી સતત અરજદારોને હાલાકી પડે છે. RTO ઓફિસ પહોંચ્યા પછી ટેકનિકલ ખામીઓને કારણે અરજદાર ધરમ ધક્કા ખાતો રહે છે. ગાંધીનગર RTOમાં 13 દિવસથી બંધ ટ્રેક ટેકનિકલ ખામીનું નિરાકરણ આવ્યા બાદ શરૂ થયો છે. જો કે ટ્રેક બંધ રહેતા 3 હજારથી વધુ અરજદારો વેઇટિંગ લિસ્ટમાં છે, ત્યારે હવે ટ્રેક શરૂ થતા અરજદારો ફરી આવી ટેકનિકલ ખામીને કારણે ધક્કા ખાવા ન પડે તેવી આશઆ વ્યક્ત કરી રહ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો