Ahmedabad: આડેધડ વાહન પાર્ક કરતા ચેતજો, AMCની ટીમ દ્વારા શહેરમાં મેગા ડ્રાઈવ શરૂ, જુઓ Video
અમદાવાદમાં હવે આડેધડ વાહન પાર્ક કરતા પહેલા ચેતજો. જાહેર રસ્તા પર વાહન પાર્ક કરનાર વાહનોને પોલીસ બાદ હવે AMC પણ વાહન લોક કરશે. AMCની ટીમ દ્વારા શહેરમાં મેગા ડ્રાઈવ શરૂ કરાઈ છે.
Ahmedabad: હાઈકોર્ટે ટ્રાફિક મુદ્દે સરકાર અને અમદાવાદ કોર્પોરેશનની (Ahmedabad Corporation) ઝાટકણી કાઢ્યા બાદ, AMC અને પોલીસ એક્શનમાં આવી છે. હવે અમદાવાદ શહેરમાં જાહેર રસ્તા પર આડેધડ વાહન પાર્ક કરતા પહેલા ચેતજો, કેમકે પોલીસ બાદ હવે AMC પણ નો પાર્કિંગમાં રહેલા વાહનો લોક કરશે અને દંડની કાર્યવાહી પણ કરશે.
આ પણ વાંચો : Ahmedabad: હવે રોંગ સાઈડમાં આવતા વાહનોની ખેર નથી, શહેરમાં લગાવાયા ટાયર કીલર બમ્પ, જુઓ Video
AMCની ટીમ દ્વારા શહેરના 7 ઝોનમાં મેગા ડ્રાઈવ શરૂ કરાઈ. SG હાઈવે પર AMCની ટીમે મેગા ડ્રાઈવ યોજી, રસ્તા પર અડચણરૂપ અનેક વાહનો સામે દંડની કાર્યવાહી કરી. હવે ખરેખર અમદાવાદના શહેરના લોકોએ ચેતવાની જરુર છે. અને ટ્રાફિક નિયમન વિશે તમામ લોકોએ માહિતી મેળવવી હાલના સામયમાં આવશ્યક બન્યું છે.
Latest Videos
Latest News