Ahmedabad: હવે રોંગ સાઈડમાં આવતા વાહનોની ખેર નથી, શહેરમાં લગાવાયા ટાયર કીલર બમ્પ, જુઓ Video

Ahmedabad: હવે રોંગ સાઈડમાં આવતા વાહનોની ખેર નથી, શહેરમાં લગાવાયા ટાયર કીલર બમ્પ, જુઓ Video

Jignesh Patel
| Edited By: | Updated on: Aug 02, 2023 | 7:20 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવીનત્તમ અભિગમનાં ભાગરૂપે શહેરનાં રસ્તાઓ પર ટ્રાફિક સુચારૂરૂપે કાર્યરત રહે તે સારૂં વન વે ટ્રાફીક સ્પાઇક સ્પીડ બમ્પ (ટાયર કીલર બમ્પ) ઇન્સટોલ કરવાની કામગીરી પ્રયોગિક ધોરણે શહેરનાં ઉત્તર પશ્ચિમ ઝોન ખાતે ચાણકયપુરી બ્રીજનાં સર્વિસ રોડ પર હાથ ધરાયેલ છે.

દરરોજ આપણે એવા અનેક વાહનચાલકોને જોતા હોઇએ છીએ કે જેઓ ગમે ત્યારે રોંગ સાઇડમાં (Wrong side) ધસી આવે છે. કોઇની પણ પરવાહ કર્યા વગર છડેચોક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા આવા લોકોને કારણે અનેક જીવલેણ અકસ્માતો પણ સર્જાતા રહે છે. પરંતુ જો હવે તમે અમદાવાદમાં રોંગ સાઇડમાં વાહન ચલાવ્યું તો ખેર નથી.

કેમ કે અમદાવાદ મનપાએ રોડ પર લગાવ્યા છે ‘ટાયર કિલર બમ્પ’ જે રોંગ સાઈડમાં આવતા લોકોના વાહનોના ટાયરમાં પંક્ચર પાડશે  મતલબ કે જો તમે રોંગ સાઇડમાં ગયા તો તમારા વાહનનું ટાયર ફાટવું નક્કી છે. મનપા દ્વારા પ્રાયોગિક ધોરણે ચાણક્યપુરી બ્રિજના સર્વિસ રોડ પર ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે. આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ તે પાથરવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદ મધ્યસ્થ જેલમાં વિચિત્ર ઘટના, પોક્સો કેસનો આરોપી ભેદી રીતે થયો ગુમ, જુઓ Video

ટાયર કિલર્સ એ એવી મેટલ સ્ટ્રિપ્સ છે જે રોડ પર લગાવવામાં આવે છે. જેના છરા એક બાજુથી ઘણાં તીક્ષ્ણ હોય છે. જે લોકો સાચી દિશામાં જ વાહન ચલાવે છે તેમને આ છરા કંઇ નુકસાન નહીં પહોંચાડે. તેમના માટે આ ટાયર કિલર્સ માત્ર એક નાનકડા બમ્પ જેવું લાગશે. પરંતુ રોંગ સાઈડમાં વાહન ચલાવનારા લોકો માટે આ સ્પાઇક નુક્સાનકર્તા સાબિત થશે. રોંગ સાઇડના વાહનોના ટાયરમાં પંક્ચર પાડવાનું કામ કરશે આ ટાયર કિલર્સ.

અમદાવાદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">