સુરત વીડિયો : રત્નકલાકારે દોઢ લાખની કિંમતના હીરા બદલી લીધા, ઓછા વજનના હીરા અંગે સીસીટીવી તપાસમાં ભાંડો ફૂટ્યો
સુરત: હિરા ઉદ્યોગમાં મંદી વચ્ચે કાપોદ્રામાં રત્નકલાકારનું કારસ્તાન સામે આવ્યું છે. સરીન વિભાગમાં કામ કરતા ઈસમે દોઢ લાખના હીરા બદલ્યાની ફરિયાદ પોલીસ પાસે ગઈ છે. સારી ક્વોલિટીના હીરા બદલી હલકી ગુણવત્તાના હીરા પધરાવતો રત્ન કલાકાર સીસીટીવીમાં કેદ થયો છે.

હીરામાં વજન ઓછું આવતા માલિકને શંકા ગઈ હતી. CCTVમાં શંકાસ્પદ હિલચાલથી વજન ચેક કરતા ભાંડો ફૂંટ્યો હતો. વજન ઓછું આવતા રત્ન કલાકાર વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : સુરત : કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપાને પરાજય આપવામાં સફળ રહેશે? જાણો કોણ છે કોંગી ઉમેદવાર
Latest Videos