Mahisagar News : સંતરામપુરના સંત ગામે દેખાયો 13 ફૂટ લાંબો અજગર, જુઓ Video
ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે સરીસૃપ પ્રાણીઓ ખેતરમાં અથવા તો ખુલ્લી જગ્યામાં જોવા મળતા હોય છે. ત્યારે મહીસાગરના સંતરામપુરના સંત ગામે અજગર દેખાતા દોડધામ મચી હતી.
Mahisagar News : ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે સરીસૃપ પ્રાણીઓ ખેતરમાં અથવા તો ખુલ્લી જગ્યામાં જોવા મળતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના મહીસાગરમાં બની છે. મહીસાગરના સંતરામપુરના સંત ગામે અજગર જોવા મળતા જ ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી. આ સાથે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.
અજગરનું રેસ્ક્યુ થતા જ લોકોએ રાહત અનુભવી
ખેતરમાંથી 13 ફૂટ લાંબા અજગરનું દેખાતા જ તાત્કાલિક ધોરણે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વન વિભાગ અને એનિમલ ચેરીટેબલ ટ્રસ્ટે વિશાળકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતુ. વન વિભાગના કર્મચારીઓ દ્વારા અજગરને પકડીને સલામચ સ્થળે છોડવામાં આવ્યો છે. અજગરનું રેસ્ક્યુ કર્યા બાદ ખેડૂત તથા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોએ રાહત અનુભવી હતી.
Latest Videos
Latest News