Viral Video : “મોરના ઈંડા ચીતરવા ના પડે” આ વાત સાર્થક કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

|

Apr 10, 2023 | 3:07 PM

ટ્રેન, બસ, અને હવાઈ મથકો અને મેદાનમાં ડાન્સ કે ગીત ગાતા લોકોના વીડિયો અત્યાર સુધી ખૂબ વાયરલ કરવામાં આવ્યા છે, પરંતુ આ વીડિયોમાં ટ્રેનમાં બેસી એક સાથે વેદ વાંચન થઈ રહ્યું છે. વાઇરલ વીડિયોમાં 20 થી વધુ લોકો એક સાથે વેદ મંત્રનો જાપ કરતાં નજરે ચડે છે

Viral Video : મોરના ઈંડા ચીતરવા ના પડે આ વાત સાર્થક કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

Follow us on

બ્રાહ્મણોને તમે શ્લોક બોલતા તો જોયા જ હશે પરંતુ આજે આવો તમારા સમક્ષ લાવ્યા છીએ જેમાં બ્રાહ્મણો પણ છે, શ્લોક પણ બોલી રહ્યા છે. પરંતુ આ શ્લોક ચાલુ ટ્રેનમાં એક કરતા વધારે લોકો બોલી રહ્યા છે જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે.

ચાલુ ટ્રેનમા થઈ રહ્યું છે વેદ વાંચન

ટ્રેન, બસ, અને હવાઈ મથકો અને મેદાનમાં ડાન્સ કે ગીત ગાતા લોકોના વીડિયો અત્યાર સુધી ખૂબ વાયરલ કરવામાં આવ્યા છે, પરંતુ આ વીડિયોમાં ટ્રેનમાં બેસી એક સાથે વેદ વાંચન થઈ રહ્યું છે. વાઇરલ વીડિયોમાં 20 થી વધુ લોકો એક સાથે વેદ મંત્રનો જાપ કરતાં નજરે ચડે છે. કોઈ બ્રાહ્મણ બેસીને શ્લોક બોલે તે તમામ લોકોએ જોયો હશે પરંતુ આ વાઇરલ વીડિયોમાં ટ્રેનમાં મુસાફરી કરતાં સમયે મંત્રોનો જાપ લોકો કરી રહ્યા છે. આ જાપ કરતાં લોકો પહેરવેશ પરથીજ જોઈ શકાય છે કે, આ બ્રાહ્મણ પરિવાર હશે.

Mosquitoes Bite: કયા લોકોને મચ્છર સૌથી વધારે કરડે છે અને કેમ? જાણો કારણ
ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
સ્મૃતિ મંધાનાએ બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ
પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?

20 થી વધુ લોકો એક સાથે મંત્રનો કૃ રહ્યા છે ઉચ્ચાર

મોરના ઈંડા ચીતરવા નહીં પડે તેમ આ ટ્રેનના ડબ્બામાં બેસેલા તમામ લોકો એક જ પરીવારના છે અને વડીલો જે પ્રકારે શ્લોક બોલી રહ્યા છે. તેમ તેમના બાળકો પણ શ્લોકનું ઉચ્ચારણ કરી રહ્યા છે. હાલમાં આ વીડિયો એ લોક ચર્ચામાં છે. તમે વિચારો જો તમે આ ડબ્બામાં હાજર હોવ તો તમે કેવો અનુભવ કરશો. આ માટે અહી અમે વીડિયો પણ આપની સમક્ષ રજૂ કર્યો છે.

આવા અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. પરંતુ આ વીડિયોની લોકપ્રિયતા કઈક અલગજ પ્રકારની છે. આ વીડિયો એક ફેન પેજ પરથી અપલોડ કરવામાં આવ્યો છે. જે 30 સેકન્ડ નો સમગ્ર વીડિયોને અત્યાર સુધી અનેક લોકોએ જોયો છે. કેટલાય લોકોએ આ વીડિયો પોતાના સ્ટેટ્સ પીઆર મૂકીને બીજા લોકો સુધી પહોચાડ્યો હતો.

Published On - 2:50 pm, Mon, 10 April 23