Viral Video: એકલી સિંહણ પર હાયનાના ટોળાએ હુમલો કર્યો, પછી કંઈક એવું થયું કે તે ભાગ્યા, જુઓ વીડિયો
Lion Hyena Fight: તમે ભાગ્યે જ ભયંકર પ્રાણીઓની આવી ગેંગ વોર જોઈ હશે. રુંવાળા ઉભા કરી દેતો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. માત્ર 13 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 19 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.
Lion Hyena Fight: સિંહને દુનિયાનું સૌથી ખતરનાક પ્રાણી માનવામાં આવે છે, પરંતુ સિંહ સિવાય પણ પૃથ્વી પર એવા ઘણા પ્રાણીઓ છે જે ખતરનાક અને ઘાતક માનવામાં આવે છે. જેમાં વાઘ, ચિત્તા, દિપડો અને હાયના (ઝરખ) વગેરેનો સમાવેશ થાય છે. ખાસ કરીને હાયના વિશે વાત કરીએ તો તેમના વિશે એવું કહેવાય છે કે તેમનું પેટ એક કૂવો છે, એટલે કે તેઓ ગમે તેટલું ખાય પણ તેમનું પેટ ભરાતું નથી. તમે જોયું જ હશે કે હાયના ઘણીવાર ટોળામાં રહે છે અને મોકો મળતા જ સિંહો પર હુમલો કરે છે.
આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાયનાઓનું ટોળું એકલી સિંહણ પર હુમલો કરે છે, પરંતુ તે પછી શું થાય છે, હાઈનાઓને ભાગી જવાની ફરજ પડે છે. ટ્રેન્ડિંગ ન્યુઝ અહીં વાંચો.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે હાયનાઓ સિંહણનો પીછો કરી રહી છે, અને તેને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન સિંહણ તેમનાથી બચવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યાં ઘણી બધી હાયનાઓ હોવાથી સિંહણ પોતાનો બચાવ કરી શકતી નથી. ત્યારે જ કેટલીક વધુ સિંહણો ત્યાં પહોંચી જાય છે અને હાયનાની હાલત ખરાબ કરી દે છે. સિંહણને આ રીતે હુમલાની સ્થિતિમાં જોઈને હાયનાઓ ત્યાંથી ભાગવા લાગે છે. છેલ્લી ઘડીએ અન્ય સિંહણ તેમના સાથીને મદદ કરવા ત્યાં પહોંચી જાય છે, નહીંતર હાયનાનાં ટોળાએ સિંહણને પતાવી જ દીધી હોત.
— nature is fucking lit (@natureisfuckin4) March 21, 2023
વિકરાળ પ્રાણીઓની આવી ગેંગ વોર તમે ભાગ્યે જ જોઈ હશે. રુંવાળા ઉભા કરી દેતો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. માત્ર 13 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 19 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે.
વીડિયો જોયા પછી, લોકોએ વિવિધ ટિપ્પણીઓ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘કોઈએ ક્યારેય એકલા ન ફરવું જોઈએ, નહીં તો આવી સ્થિતિ થઈ શકે છે. મેં મારા પુત્રને પણ આ સલાહ આપી છે’, તો અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘તે વિશ્વ યુદ્ધ 3 જેવું લાગે છે’.