વાયરલ વીડિયો: ઉત્તરપ્રદેશની કેન નદીના કાદવમાં ફસાયા દાદા, લોકોએ પૂછ્યુ – અભિનેત્રીઓની જેમ ફોટોશૂટ કરવા ગયા હતા કે શું ?
હાલમાં ઉત્તરપ્રદેેશનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયોમાં એક દાદા કાદવમાં ફસાયેલા જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો તે દાદાને કાદવમાંથી બહાર નીકાળવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે.
Shocking Video : રોટી, કપડા અને મકાન આ માણસની મુખ્ય જરુરીયાતો છે પણ પાણી અને હવા પણ માણસના જીવનને ટકાવી રાખવા માટે જરુરી છે. જો જરુરી વસ્તુ લાંબા સમય સુધી ન મળે તો માણસના જીવને જોખમ થાય છે. ભૂકંપ, દુકાળ જેવી સ્થિતિમાં માણસની હાલત દયનીય થઈ જાય છે. આવી પરિસ્થિતમાં માણસ પોતાની જરુરીયાતો પૂરી કરવા માટે ન કરવાના કામો કરવા પડે છે. હાલમાં ઉત્તરપ્રદેેશનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયોમાં એક દાદા કાદવમાં ફસાયેલા જોઈ શકાય છે.
આ વાયરલ વીડિયો ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લાનો છે. આ વીડિયોમાં જોવા મળતી નદી ઉત્તરપ્રદેશની કેન નદી છે. કેન નદીના તટ પર એક દાદા કાદવમાં ફસાયેલા જોવા મળે છે. વાત એમ છે કે હમીરપુર જિલ્લાના ગામોમાં હાલ પાણીની ભારે સમસ્યા છે, લોકોને દૂર દૂર સુધી પાણી લેવા જવુ પડી રહ્યુ છે. તેના માટે ઘરના નાના બાળકોથી લઈને વડીલો પણ પોતાના પરિવાર માટે આ કામમાં લાગ્યા છે.
આ દાદા પણ પાણી લેવા માટે કેન નદીમાં ઉતર્યા હતા પણ કેન નદીના કાદવમાં તેઓ એવા ફસાયા કે નીકળી જ ના શક્યા. વાયરલ વીડિયોમાં તમે તે દાદાની પાસે પડેલા પાણીના ગડ્ડાને પણ જોઈ શકો છો. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો તે દાદાને કાદવમાંથી બહાર નીકાળવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
Disturbing video of an elderly man caught in the mud along the Ken river bank in UP’s Hamirpur has surfaced. He was later rescued. Due to saline water unfit for drinking, locals still use the river water for drinking and daily chores. pic.twitter.com/PFyW0AEek9
— Piyush Rai (@Benarasiyaa) October 9, 2022
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Benarasiyaa નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે. એક યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, દાદા આ ઉંમરમાં ઘરથી બહાર નહીં નીકળવુ જોઈએ. બીજા એક યુઝરે લખ્યુ છે કે, તમે કાદવમાં શું કરી રહ્યો છો. અભિનેત્રીઓની જેમ કાદવમાં ફોટોશૂટ તો નથી કરાવતા ને ? આવી અનેક રમૂજી પ્રતિક્રિયા આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર આપી રહ્યા છે.