
તબુ
બોલિવુડની ફેમસ એક્ટ્રેસ તબુ એ પોતાની એક્ટિંગથી બધાના દિલ જીત્યા છે. તેનું આખું નામ તબસ્સુમ ફાતિમા હાશ્મી છે. તેનો જન્મ વર્ષ 1971માં થયો હતો. જો કે તેમના જન્મનું વર્ષ 1970 હોવાના પણ સંકેતો પણ મળે છે. તે જમાલ હાશ્મી અને રિઝવાનાની દીકરી છે. તબુના જન્મ પછી તરત જ તેના માતા-પિતાના છુટા છેડા થઈ ગયા હતા. તે શબાના આઝમીની ભત્રીજી થાય છે.
‘તબ્બુ’ હાશ્મીએ 15 વર્ષની ઉંમરે ફિલ્મ ‘હમ નૌજવાન’ (1985)થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે પહલા પહલા પ્યાર, પ્રેમ, હકિકત, સાજન ચલે સસુરાલ, કાલાપાની, બોર્ડર, હમ સાથ સાથ હૈ, બીવી નંબર-1, મા તુઝે સલામ, મૈ હું ના વગેરે જેવી ફિલ્મો કરી છે. તેને અજય દેવગન સાથે દ્રશ્યમ જેવી બ્લોક બસ્ટર મુવી પણ આપી છે.
તેણે ઘણી તમિલ, તેલુગુ, મલયાલમ, બંગાળી ફિલ્મો તેમજ એક અમેરિકન ફિલ્મમાં કામ કર્યું છે, પરંતુ તેણે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેને બે વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો છે. હાલમાં પણ એકટ્રેસ બોલિવુડ સાથે કાર્યરત છે. તે ઘણા રિયાલિટી શોમાં ગેસ્ટ તરીકે પણ જોવા મળે છે.
Ambani Family Function : અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ગેરહાજર રહ્યા આ બોલિવૂડ સ્ટાર્સ, ઘણા મોટા નામ સામેલ, જાણો કારણ
Anant Radhika wedding actors absent :12 જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શાહી લગ્ને દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ભવ્ય લગ્નમાં સલમાન ખાન, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન જેવા ઘણા મોટા બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. આશીર્વાદ સમારોહ અને રિસેપ્શનમાં પણ બોલિવૂડની ઘણી હસ્તીઓએ ભાગ લીધો હતો, પરંતુ કેટલાક સ્ટાર્સની ગેરહાજરી લોકો ચૂકી ગયા હતા. ચાલો જાણીએ એવા કલાકારો વિશે જેઓ અંબાણીના આ લગ્નથી દૂર રહ્યા.
- Meera Kansagara
- Updated on: Jul 15, 2024
- 2:20 pm
Crew Box Office : આ શું! બમ્પર કમાણી કરી રહેલી કરીના કપૂરની ‘ક્રુ’ને ચોથા દિવસે મોટો ઝટકો, બસ આટલી જ કરી કમાણી
Crew Box Office Day 4 : કરીના કપૂર ખાન, તબ્બુ અને કૃતિ સેનન પહેલીવાર એક ફિલ્મમાં મોટા પડદા પર સાથે જોવા મળી રહ્યા છે. ત્રણેય દિગ્ગજ અભિનેત્રીઓએ ક્રૂમાં અદભૂત અભિનય કર્યો છે. ફિલ્મે પહેલા વીકેન્ડ પર પણ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. જો કે ચોથા દિવસે એટલે કે સોમવારની ટેસ્ટ પૂરી થતાં જ ફિલ્મ વધુ ખરાબ થઈ ગઈ છે.
- TV9 Gujarati
- Updated on: Apr 2, 2024
- 8:42 am
Crew Trailer : ‘ક્રુ’નું પાવરફુલ ટ્રેલર રિલીઝ, એર હોસ્ટેસ થઈને ગેમ રમશે કરીના, તબ્બુ અને કૃતિ?
'Crew'નું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં તબ્બુ, કરીના કપૂર અને કૃતિ સેનનની ત્રિપુટી પહેલીવાર જોવા મળશે. ટ્રેલરમાં દિલજીત દોસાંઝની દમદાર ઝલક પણ જોવા મળી હતી. ફેન્સ આ તસવીરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 29 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
- Meera Kansagara
- Updated on: Mar 17, 2024
- 2:02 pm