તહેવારોની સિઝન દરમિયાન લોકો નાની મોટી ચીજ વસ્તુઓની ઓનલાઈન (Online Sale Fraud) ખરીદી કરતા હોય છે. જુદી-જુદી વેબસાઈટ પર ફેસ્ટિવ સિઝન દરમિયાન ઓનલાઈન સેલ દ્વારા વેચાણ કરે છે. તેથી જો તમે આ સેલ દરમિયાન ઓનલાઈન ખરીદી કરી રહ્યા છો તો તમારે સાવચેતી રાખવી જોઈએ. સાયબર (Cyber Crime) ગુનેગારો તેનો લાભ લઈને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી ઓનલાઈન ફ્રોડના કેસમાં વધારો થયો છે.
સ્કેમર્સ અલગ-અલગ રીત દ્વારા લોકોને પોતાના શિકાર બનાવે છે. ઠગ્સ એપ્સ કે વેબસાઈટનું ક્લોનિંગ કરીને લોકોને છેતરે છે. આ ફેક વેબસાઈટ, ઓરિજિનલ વેબસાઈટ જેવી જ દેખાય છે. આવી વેબસાઈટ પર પ્રોડક્ટ્સ પર ખૂબ જ વધારે ડિસ્કાઉન્ટની લાલચ આપવામાં આવે છે. પરંતુ જ્યારે લોકો આવી વેબસાઈટ કે એપ્સ પર રૂપિયાની ચૂકવણી કરે છે ત્યારે આ લિંક થોડા સમય બાદ ગાયબ થઈ જાય છે.
સાયબર ઠગ ગૂગલ પ્લે સ્ટોર પર ફેક એપ્સ લોન્ચ કરે છે. આ બધી એપ્સ ઓફિશિયલ ઈ-કોમર્સ વેબસાઈટ અથવા એપ્સના ક્લોન બનાવે છે. ત્યારબાદ સ્કેમર્સ લોકોને ફેક વેબસાઇટ્સ પર સામાન પર 50% થી 80% સુધીના ડિસ્કાઉન્ટની ઓફર કરે છે. લોકોને વસ્તુઓ સસ્તામાં મળે છે, તો તરત જ ઓર્ડર કરે છે અને ઠગની જાળમાં ફસાઈ જાય છે. ફેક વેબસાઈટ કે એપ પર પેમેન્ટ કર્યા બાદ ઓર્ડર કરેલા સામાનની ક્યારેય ડિલિવરી મળતી નથી.
લોકોને ઓર્ડરની ડિલિવરી મળતી નથી ત્યારે કંપનીના કસ્ટમર કેરને ફોન કરે છે. ત્યારે લોકોને ફેક એપ્સ અને સાઇટ્સ વિશે ખબર પડે છે. આ ઉપરાંત તેઓ કહે છે કે, કંપની પાસે આવી કોઈ એપ નથી અને ન તો કંપની તરફથી આવી કોઈ ઓફર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : CWC Ticket Fraud: ક્રિકેટ વર્લ્ડ કપની ટિકિટના નામે થઈ રહી છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ
ફેક વેબસાઈટથી બચવા માટે ઈન્ટરનેટ દ્વારા કોઈપણ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ વિશે જાણી શકાય છે. કોઈપણ પ્રકારના પેમેન્ટ કરતા પહેલા કંપનીની વેબસાઈટ કે એપ્સ વિશે તપાસ કરો. જો વેબસાઈટની શરૂઆત https સાથે ન થતી હોય તો ફેક સાઈટ હોઈ શકે છે. તેથી આવી વેબસાઇટ્સ પરથી ખરીદી ન કરવી જોઈએ. જો તમારી સાથે ફ્રોડ થાય તો હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરી શકો અને તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો