ફેસબુકનો મોટો નિર્ણય: હવે તમે પણ કરી શકશો ફેસબુક પર આપત્તિજનક પોસ્ટ સામે અપીલ

ફેસબુકમાં જે કન્ટેન્ટ વિશે તેમને લાગે છે એ કે આને કંપનીએ તેના પ્લેટફોર્મ પર રહેવાની મંજૂરી આપવી જોઈએ નહીં તેને તમે રીપોર્ટ કરી શકશો.

ફેસબુકનો મોટો નિર્ણય: હવે તમે પણ કરી શકશો ફેસબુક પર આપત્તિજનક પોસ્ટ સામે અપીલ
Facebook (File Image)
Follow Us:
| Updated on: Apr 14, 2021 | 11:33 AM

ફેસબુકના અર્ધ-સ્વતંત્ર ઓવરસાઇટ બોર્ડે મંગળવારે કહ્યું હતું કે તે તેના વપરાશકર્તાઓને એક સુવિધા આપવા જઈ રહ્યું છે, જેના હેઠળ તેઓ કોઈપણ પોસ્ટ, ફોટો અને વિડિઓ પર અપીલ કરી શકશે. જે કન્ટેન્ટ વિશે તેમને લાગે છે એ કે આને કંપનીએ તેના પ્લેટફોર્મ પર રહેવાની મંજૂરી આપવી જોઈએ નહીં તેને તે રીપોર્ટ કરી શકશે.

બોર્ડે કહ્યું – તે પોસ્ટ કરેલી સામગ્રી પર ઉઠાવેલા વાંધાઓ સ્વીકારશે

બોર્ડે કહ્યું હતું કે તે એવા વપરાશકર્તાઓના કેસો સ્વીકારશે જેઓ અન્ય લોકો દ્વારા પોસ્ટ કરેલી સામગ્રી સામે વાંધો ઉઠાવે છે અને જે ફેસબુકની અપીલ પ્રક્રિયાથી કંટાળી ગયા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

યુઝર અત્યાર સુધી સામગ્રીને દૂર કરવા માટે જ અપીલ કરી શકતા હતા

અત્યાર સુધીની વ્યવસ્થા હતી કે, યુઝર ફક્ત ત્યારે જ ઓવરસાઇટ બોર્ડને અપીલ કરી શકતા હતા જ્યારે ફેસબુક દ્વારા તેમની સામગ્રી દૂર કરવામાં આવે. હવે કંપની પોતાના તરફથી પણ બોર્ડને કેસ સંદર્ભિત કરવા શક્ષમ હશે.

યુઝર ફેસબુકથી સામગ્રી દૂર કરવાની અપીલ કરવાનો અધિકાર મળ્યો

ઓવરસાઇટ બોર્ડ એડમિનિસ્ટ્રેશનના ડિરેક્ટર, થોમસ હ્યુજેસે એક નિવેદનમાં જણાવ્યું છે કે, વપરાશકર્તાને ફેસબુકથી સામગ્રી દૂર કરવાની અપીલ કરવાનો અધિકાર આપવો એ ઓવરસાઇટ બોર્ડની ક્ષમતાઓનું મહત્વપૂર્ણ વિસ્તરણ છે.

ફેસબુકે ગયા વર્ષે ઓવરસાઇટ પેનલની રચના કરી હતી

ફેસબુકે ગયા વર્ષે ઓવરસાઇટ પેનલની રચના કરી હતી. આ પેનલને ફેસબુકના પ્લેટફોર્મ પર કોઈ વિશેષ કન્ટેન્ટ રહેશે કે નહીં તેનો નિર્ણય કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

ફેસબુક પર ખોટી માહિતી, દ્વેષપૂર્ણ ભાષણને નિયંત્રિત કરવા માટે આ બોર્ડ બનાવવામાં આવ્યું હતું

હકીકતમાં, આ બોર્ડની રચના ખોટી માહિતી, દ્વેષપૂર્ણ ભાષણ અને ફેસબુક પરની અન્ય હાનિકારક સામગ્રીની ચારે બાજુની આલોચના પછી થઇ હતી. ફેસબુકમાં નિયંત્રણની ક્ષમતા નથીની આલોચના થયા બાદ આ બોર્ડ બનાવવામાં આવ્યું હતું. કોઈ પોસ્ટ કે જાહેરાત કંપનીના નિયમોનું ઉલ્લંઘન કરે છે કે નહીં તે તપાસવાનો બોર્ડને અધિકાર છે.

ફેસબુક નિયમિત રીતે હજારો પોસ્ટ્સ અને એકાઉન્ટ્સ ડિલીટ કરે છે

ઇન્ટરનેટ મીડિયા જાયન્ટ ફેસબુક નિયમિત રીતે હજારો પોસ્ટ્સ અને એકાઉન્ટ્સને દૂર કરે છે. ઓવરસાઇટ બોર્ડની રચના થઈ ત્યારથી તેને વિશ્વભરમાંથી ત્રણ લાખથી વધુ અપીલ મળી છે. જો કે બોર્ડ તે કેસોની સમીક્ષાને પ્રાધાન્ય આપી રહ્યું છે જે વધુ વપરાશકર્તાઓને અસર કરે છે.

આ પણ વાંચો : Ambedkar Jayanti 2021: શ્રમિકોની વચ્ચે જઈને તેમની સમસ્યાનું સમાધાન લાવતા હતા બાબાસાહેબ

આ પણ વાંચો: પરિસ્થિતિ વણસી: હોસ્પિટલમાં ભરતી થયાના 48 કલાકમાં દર બીજા દર્દીનું થઇ રહ્યું છે મોત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">