Debit Card Fraud: ડેબિટ કાર્ડ પર આ રીતે થાય છે છેતરપિંડી, ફ્રોડથી બચવા માટે આ બાબતોનું રાખો ધ્યાન, જુઓ Video

છેતરપિંડી કરનારા લોકો અલગ-અલગ પદ્ધતિઓથી લોકો સાથે ફ્રોડ કરી રહી છે. આજે આપણે જાણીશું કે ડેબિટ કાર્ડ દ્વારા કેવી રીતે છેતરપિંડી (Debit Card Fraud) કરવામાં આવે છે.

Debit Card Fraud: ડેબિટ કાર્ડ પર આ રીતે થાય છે છેતરપિંડી, ફ્રોડથી બચવા માટે આ બાબતોનું રાખો ધ્યાન, જુઓ Video
Debit Card Fraud
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 1:06 PM

દુનિયા હવે ડિજિટલ થઈ રહી છે અને લોકોના ઘણા બધા ઓનલાઈન થઈ રહ્યા છે, પરંતુ તેના સાથે સાયબર ક્રાઈમના (Cyber Crime) કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છેતરપિંડી કરનારા લોકો અલગ-અલગ પદ્ધતિઓથી લોકો સાથે ફ્રોડ કરી રહી છે. આજે આપણે જાણીશું કે ડેબિટ કાર્ડ દ્વારા કેવી રીતે છેતરપિંડી (Debit Card Fraud) કરવામાં આવે છે. આજકાલ બજારમાં ખરીદી કરતી વખતે લોકો રૂપિયાની ચૂકવણી કરવા માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. સાથે જ ATM માંથી પૈસા ઉપાડવા માટે પણ લોકો તેનો ઉપયોગ કરે છે.

ડુપ્લીકેટ કાર્ડ બનાવીને છેતરપિંડી

ડેબિટ કાર્ડની પાછળ 3 અંકનો CVV નંબર હોય છે. આ સિવાય તેમાં 4 અંકનો પાસવર્ડ પણ હોય છે. હવે ડેબિટ કાર્ડ નંબર, સીવીવી અને પાસવર્ડ કોઈ પણ રીતે મળી જાય તો ડુપ્લીકેટ કાર્ડ બનાવીને છેતરપિંડી આચરવામાં આવે છે. આ ઉપરાંત ઘણી ઓનલાઈન વેબસાઈટ પર પેમેન્ટ દ્વારા કાર્ડની વિગતો તેમના સર્વરમાં સેવ કરવામાં આવે છે. ઘણી વખત અહીંથી ડેટાની ચોરી કરવામાં આવે છે.

ક્લોનિંગ ડિવાઈસ દ્વારા ડેટાની ચોરી

ચોરાયેલા ડેટામાં ડેબિટ કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ, સીવીવી નંબર વિશેની માહિતી હોય છે. તેના આધારે સાયબર ગુનેગારો લોકોને ફોન કરે છે અને વેરિફિકેશન અથવા અન્ય બહાને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલા OTPની માંગણી કરે છે અને છેતરપિંડી કરે છે.

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

ડેબિટ કાર્ડનો ATM બૂથમાં ક્લોનિંગ ડિવાઈસ દ્વારા ઘણી વખત વિગતો ચોરવામાં આવે છે અને પછી તેની સાથે ફ્રોડ થાય છે. આ સિવાય પૈસા ઉપાડતી વખતે સાથે ઉભેલી વ્યક્તિ પણ વિશ્વાસ કેળવીને વૃદ્ધ લોકોને પોતાનો શિકાર બનાવે છે.

‘સ્કિમર’ દ્વારા છેતરપિંડી

ઘણી વખત સ્ટોર્સમાં ચૂકવણી દરમિયાન કાર્ડને એક નાના ઉપકરણ પર સ્વાઇપ કરવામાં આવે છે જેને ‘સ્કિમર’ કહેવાય છે, જે છુપાયેલ હોય છે. એટીએમમાં પણ ​​સ્કિમર ફીટ કરી શકાય છે. જ્યારે સ્કિમરમાં કાર્ડ સ્વાઇપ કરવામાં આવે છે, ત્યારે કાર્ડની તમામ માહિતી છેતરપિંડી કરનાર પાસે આવે છે. આટલું જ નહીં, જ્યારે યુઝર POS મશીન અથવા ATMમાં પાસવર્ડ નાખે છે ત્યારે તે CCTV દ્વારા રેકોર્ડ પણ થાય છે અને બાદમાં તેનો દુરુપયોગ થાય છે.

આ પણ વાંચો : Instant Loan Fraud: ઈન્સ્ટન્ટ લોનના ચક્કરમાં ફસાયા તો લૂંટાશો, આ રીતે રહો સાવચેત, જુઓ Video

ફ્રોડથી બચવા માટે આ બાબતોનું રાખો ધ્યાન

1. તમારું ડેબિટ કાર્ડ તમારા મિત્ર કે અન્ય કોઈને ન આપો.

2. કાર્ડ પર ક્યારેય પીન નંબર લખવો નહીં.

3. પીન નંબર સરળ રાખવો નહીં અને તેને થોડા દિવસો બાદ બદલતા રહો.

4. બેંક ખાતા સાથે તમારો ફોન નંબર હંમેશા અપડેટ રાખો. જેથી કરીને નાણાના ટ્રાન્ઝેક્શનની માહિતી તરત જ મળી રહે.

5. ઓનલાઈન ખરીદી વખતે ચેક કરો કે તે અધિકૃત વેબસાઇટ છે કે નહીં. ઘણી વખત સરખા નામની વેબસાઇટ બનાવીને ઠગાઈ કરવામાં આવે છે.

6. સસ્તામાં સામાન વેચવાની અનેક વેબસાઈટ પર આવી છેતરપિંડી આચરવામાં આવી રહી છે, તેથી તેનાથી સાવધાન રહો.

7. જો છેતરપિંડી થાય છે, તો તમારે ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">