20 January 2025

ભારતના આ ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

Pic credit - gettyimage

તમને જાણીને નવાઈ લાગશે કે કોઈ પગમાં ચપ્પલ વગર કેવી રીતે રહી શકે પણ આ સાચી વાત છે

Pic credit - gettyimage

આ ગામના મોટાભાગના લોકો જૂતા ચપ્પલ નથી પહેરતા, બાળકો પણ ચપ્પલ વગર જ શાળા એ જાય છે.

Pic credit - gettyimage

આ ગામ તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લામાં આવેલું છે જેનું નામ અંડમાન છે.

Pic credit - gettyimage

આ ગામના લોકો એવું માન છે કે તેમના ગામની રક્ષા મુથ્યલમ્મા નામના દેવી કરે છે આથી તેમના આદર અને માનમાં તેઓ ગામમાં જૂતા ચપ્પલ પહેરતા નથી 

Pic credit - gettyimage

તેમજ ગામમાંથી બહાર જતી વખતે પણ હાથમાં ચપ્પલ લઈને જાય છે અને ગામની સીમા પૂરી થતા પહેરે છે

Pic credit - gettyimage

હકીકતમાં ગામના લોકો માને છે કે આખુ ગામ એક મંદિર છે આથી અહીં પેઢી દર પેઢી આ નિયમોનું પાલન કરે છે

Pic credit - gettyimage

જોકે ગામમાં વૃદ્ધ અથવા બીમાર લોકો તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જૂતા-ચપ્પલ પહેરે છે

Pic credit - gettyimage

આ સિવાય જ્યારે અતિશય ગરમી હોય ત્યારે જમીન ગરમ થઈ જતા ચપ્પલ પહેરવાની છૂટ છે

Pic credit - gettyimage

આ નિયમ ગામના લોકોને જ લાગુ પડે છે પણ બહારથી આવતા મોટાભાગના લોકો ગામના નિયમને ધ્યાનમાં રાખી જાતે જ ચપ્પલ ઉતારીને આવે છે

Pic credit - gettyimage