AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instant Loan Fraud: ઈન્સ્ટન્ટ લોનના ચક્કરમાં ફસાયા તો લૂંટાશો, આ રીતે રહો સાવચેત, જુઓ Video

ઘણી વખત મોબાઈલ પર ટેક્ષ્ટ કે વોટ્સએપ મેસેજ આવે છે જેમાં લિંક આપવામાં આવેલી હોય છે. મેસેજમાં લખ્યું છે કે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને સેકન્ડમાં લોન મેળવો. અહીંથી શરૂ થાય છે બધો ઈન્સ્ટન્ટ લોનનો ખેલ.

Instant Loan Fraud: ઈન્સ્ટન્ટ લોનના ચક્કરમાં ફસાયા તો લૂંટાશો, આ રીતે રહો સાવચેત, જુઓ Video
Instant Loan Fraud
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 12:38 PM
Share

દુનિયા હવે ડિજિટલ થઈ રહી છે અને લોકોના ઘણા બધા ઓનલાઈન થઈ રહ્યા છે, પરંતુ તેના સાથે સાયબર ક્રાઈમના (Cyber Crime) કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છેતરપિંડી કરનારી ગેંગ અલગ-અલગ પદ્ધતિઓથી લોકો સાથે ફ્રોડ કરી રહી છે. આજે આપણે જાણીશું કે ઈન્સ્ટન્ટ લોનના નામે કેવી રીતે ઠગાઈ થઈ રહી છે. અત્યારે કોઈ પણ બેંકની મુલાકાત કર્યા વગર જ ઓનલાઈન લોન મેળવી શકાય છે. પરંતુ આ ઈન્સ્ટન્ટ લોન (Instant Loan) લોકો માટે મોટી સમસ્યા પણ બની જાય છે.

ભારતમાં 600 થી વધુ લોન એપ્લિકેશન

રિઝર્વ બેંકે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. RBI ના જણાવ્યા અનુસાર, અનરજિસ્ટર્ડ ડિજિટલ લોન આપતી એપથી લોન લેનારા ગ્રાહકોએ આ પ્રકારની લોન લેવાનું ટાળવું જોઈએ. ઘણા લોકોને તાત્કાલિક નાણાની જરૂરિયાત હોય છે, ત્યારે તે લોકો મોબાઇલ એપ્સ દ્વારા લોન લે છે જે વેરિફાઇડ નથી. આરબીઆઈના અહેવાલ મુજબ, ભારતમાં 600 થી વધુ ગેરકાયદેસર લોન એપ્લિકેશન કાર્યરત છે.

એપ્સ થોડીવારમાં જ ડોક્યુમેન્ટ વગર જ લોન આપે છે

આજકાલ લોકો તેમનો મોટાભાગનો સમય ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિતાવે છે. આ બધા માધ્યમ પર ઈન્સ્ટન્ટ લોનની જાહેરાત આવે છે અને તેમના માટે ગ્રાહકો શોધવા મુશ્કેલ નથી. આવા એપ્સ થોડીવારમાં જ ડોક્યુમેન્ટ વગર જ લોન આપે છે. લોકો આવી લોન માટેની શરતો જાણ્યા અને સમજ્યા વગર જ એપ્લાય કરે છે.

લોકોને આ રીતે ફસાવે છે

આવા એપ્સ તમારા KYC દસ્તાવેજોની ચકાસણી કર્યા વગર જ લોન આપે છે. ઈન્સ્ટન્ટ લોન એપ લોકો પાસેથી ગેરંટી પણ માંગતી નથી. તેથી યુવાનો સરળતાથી તેની તરફ આકર્ષાય છે. આ એપ્સ કંપનીઓ એવા લોકોનો કોન્ટેક્ટ કરે છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી. તેઓ એવા મધ્યમ વર્ગના લોકોના મોબાઇલ નંબર મેળવે છે.

ફ્રોડ લોકો ઘણી વખત નાની રકમ માટે લોન ઓફર કરે છે અને એકવાર ફસાયા તો બાદમાં ઉંચા વ્યાજ વસૂલ કરે છે. ઘણા કિસ્સામાં લોન એપ્સ તમારા ખાતામાં પૂરા પૈસા પણ નથી નાખતા અને 3 થી 5 હપ્તા એડવાન્સમાં જમાં રાખે છે. આ ઉપરાંત તે તમારા કોન્ટેક્ટ્સ અને ફોટો વિડિયોઝ એક્સેસ કરીને બ્લેકમેલિંગ પણ કરતા હોય છે.

ઘણી વખત મોબાઈલ પર ટેક્ષ્ટ કે વોટ્સએપ મેસેજ આવે છે જેમાં લિંક આપવામાં આવેલી હોય છે. મેસેજમાં લખ્યું છે કે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને સેકન્ડમાં લોન મેળવો. અહીંથી શરૂ થાય છે બધો ઈન્સ્ટન્ટ લોનનો ખેલ. જ્યારે એપ ડાઉનલોડ કરવામાં આવે ત્યારે તેમાં ફોન એક્સેસ માટે મંજૂરી માગવામાં આવે છે.

આ પણ વાંચો : Nude Video Call Fraud: ન્યુડ વીડિયો કોલ દ્વારા છેતરપિંડી, જાળમાં ફસાશો તો લૂંટાઈ જશો, જાણો કેવી રીતે રાખવી સાવધાની

કેવી રીતે સાવધાન રહેવું

1. લોનની જરૂરિયાત હોય ત્યારે ફક્ત બેંક અથવા રજીસ્ટર્ડ સંસ્થા પાસેથી જ લોન લેવી જોઈએ.

2. લોન લેતા પહેલા RBI ની વેબસાઇટ પર જઈને કંપનીની વિશ્વસનીયતા ચેક કરો.

3. ફોન પર ઈન્સ્ટન્ટ લોનનો મેસેજ આવે તો તેના પર ધ્યાન ન આપો.

4. મેસેજમાં કોઈ લિંક હોય તો ભૂલથી પણ તેના પર ક્લિક ન કરો.

5. મેસેજ અથવા ફોન કોલ પર બેંક ખાતા વિશે કોઈ માહિતી આપશો નહીં.

6. આ પ્રકારના અજાણ્યા નંબર પરથી કોઈ મેસેજ અથવા કોલ આવે તો પોલીસ અથવા સાયબર સેલને જાણ કરો.

7. જો લોન આપતી કંપની તમને હેરાન કરે તો તરત જ પોલીસનો સંપર્ક કરો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">