ITR filing: ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરતા પહેલા પતાવીલો આ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં

CBDTની માર્ગદર્શિકા અનુસાર, જો કોઈ કરદાતા આ તારીખ સુધીમાં રિટર્ન ફાઈલ કરવામાં સક્ષમ ન હોય તો તેણે લેટ ફી ચૂકવવી પડશે અને વિલંબિત ITR ફાઇલ કરવું પડશે.

ITR filing: ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરતા પહેલા પતાવીલો આ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં
ITR Filing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 6:50 AM

ITR filing: સરકારે તાજેતરમાં આકારણી વર્ષ 2021-22 માટે ઇન્કમટેક્સરિટર્ન ભરવાની તારીખ ત્રણ મહિના લંબાવી છે. AY 2021-22 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની તારીખ ત્રણ મહિના વધારીને 31 ડિસેમ્બર, 2021 સુધી કરવામાં આવી છે. CBDTની માર્ગદર્શિકા અનુસાર, જો કોઈ કરદાતા આ તારીખ સુધીમાં રિટર્ન ફાઈલ કરવામાં સક્ષમ ન હોય તો તેણે લેટ ફી ચૂકવવી પડશે અને વિલંબિત ITR ફાઇલ કરવું પડશે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતા પહેલા ઘણી બધી બાબતો પણ ધ્યાન આપવું જરૂરી છે. નીચે દર્શાવેલ મુદ્દાઓ તમે નિપટાવ્યા કે નહીં તે તપાસી લો…

PAN અને Adhaar ને લિંક કરો રિટર્ન ફાઇલ કરતા પહેલા આ સૌથી મહત્વની બાબત છે. તમારે તમારો પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) તમારા આધાર સાથે લિંક કરવો પડશે. તે જ સમયે, PAN-Adhaar લિંક કરવાની સમયમર્યાદા પણ લંબાવવામાં આવી છે. હવે તેને 31 માર્ચ 2022 સુધી લિંક કરી શકાશે.

બેંક એકાઉન્ટ સાથે PAN લિંક કરો તમારા બેંક એકાઉન્ટને PAN સાથે લિંક કરવાનું ભૂલશો નહીં. આવકવેરા વિભાગ ફક્ત તમારા ખાતામાં રિફંડ ઓનલાઈન ટ્રાન્સફર કરશે. જો તમે તેને લિંક કરવાનું ભૂલી જાઓ છો તો તમે રિફંડ મેળવી શકશો નહીં.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ ડીક્લેરેશન ITR ફાઇલ કરતી વખતે તમારે કપાત અને મુક્તિ (deductions and exemptions) માટે તમારા રોકાણો વિશે માહિતી આપવી પડશે. આ માટે પહેલા તમે જાણો કે સેક્શન 80C હેઠળ છૂટ મેળવવા માટે તમારે કેટલું વધુ રોકાણ કરવું પડશે. આ EPF(employees’ provident fund), બાળકની ટ્યુશન ફી, જીવન વીમા પ્રીમિયમ વગેરે ઉપરાંત હશે.

ITR સમયસર ફાઈલ કરવું સમયસર ITR ફાઈલ કરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ જો કોઈ કારણોસર તમે આમ કરી શકતા નથી તો તમે મોડું રિટર્ન ફાઈલ કરી શકો છો. જો કરપાત્ર આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય તો 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે જ્યારે 5 લાખ રૂપિયા સુધીનો હોય તો 1 હજાર રૂપિયાનો દંડ લાગશે.

નવી નોકરી પર આવકની જાહેરાત જો તમે બિઝનેસ વર્ષમાં નોકરી બદલી હોય તો તમારી આવકની જાહેરાત કરો. તમારે નવા એમ્પ્લોયર સાથે જૂની આવક જાહેર કરવી પડશે. જો તમે આમ ન કરો તો તમારા એમ્પ્લોયર એકાઉન્ટિંગ પછી કપાત માટે ફરીથી કર જવાબદારી ઉમેરી શકે છે.

આ પણ વાંચો : CBICની કરદાતાઓને રાહત : GST અધિકારીઓને શંકાના આધારે નહિ પરંતુ પૂરતા પુરાવાના મળે તો જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ રોકવા સૂચના અપાઈ

આ પણ વાંચો : સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 40 હજાર કરોડનું રોકાણ થયું, અર્થતંત્રમાં મજબૂત રિકવરીના સંકેત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">