Tokyo Olympics માં બૉક્સર સતીશ કુમારની ક્વાર્ટર ફાઇનલમાં હાર, મેડલની રેસમાંથી બહાર
Tokyo Olympics : ભારતના બૉક્સર સતીશ કુમારને (Satish Kumar) ટોક્યો ઓલિમ્પિકના ક્વાર્ટર ફાઇનલમાં હાર મળી. આ સાથે કોઇ પણ ભારતીય પુરુષ બૉક્સર મેડલ ન જીતી શક્યા.
Tokyo Olympics : ભારતના બૉક્સર સતીશ કુમારને (Satish Kumar) ટોક્યો ઓલિમ્પિકના ક્વાર્ટર ફાઇનલમાં હાર મળી. આ સાથે કોઇ પણ ભારતીય પુરુષ બૉક્સર મેડલ ન જીતી શક્યા. કુલ 5 બૉક્સર ઉતર્યા હતા. સતીશ (+91 કિગ્રા) ને ક્વાર્ટર ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના મુક્કેબાજ બાખોદિર જલોલોવને 5-0થી હરાવ્યા.
સતીશે પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચમાં જમૈકાના મુક્કેબાજ રિકાર્ડો બ્રાઉનને હાર આપી હતી. મુકાબલા પહેલા સતીશ કુમાર ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને ટાંકા આવ્યા હતા. ત્યારબાદ તેઓ મુકાબલામાં ઉતર્યા હતા. તેઓ ત્રણ રાઉન્ડમાં જલોલોવ પર હાવી ન થઇ શક્યા.
સતીશ કુમારે 91 કિલોગ્રામ વર્ગના અંતિમ -16 મુકાબલામાં જમૈકાના રિકાર્ડો બ્રાઉનને મ્હાત આપી હતી. તેમણે 4-1 થી આ મુકાબલો પોતાના નામે કર્યો હતો. સતીશે પહેલો રાઉન્ડ 5-0, બીજો અને ત્રીજો 4-1થી જીત્યા હતા. પરંતુ અંતિમ-8 મુકાબલામાં સતીશ પાસે બખોદિર જલોલોવના હમાલાનો કોઇ જવાબ નહોતો. જો કે ઇજાના કારણે તેઓ સંભાળીને રમી રહ્યા હતા.
ભારતીય પુરુષ ખેલાડીઓની વાત કરવામાં આવે તો 5 માંથી 3 બૉક્સર પહેલા રાઉન્ડમાં બહાર થઇ ગયા હતા. તેમાં મનિષ કૌશિક, વિકાસ કૃષ્ણન અને આશીષ કુમાર સામેલ છે. અમિત પંઘાલને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હાર મળી હતી. જ્યારે સતીશ કુમાર ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા. 2016 રિયો ઓલિમ્પિકમાં કોઇ ભારતીય મેડલ ન જીતી શક્યા.
મહિલા બૉક્સરની વાત કરવામાં આવે તો 4 ખેલાડીઓએ ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કર્યુ હતું. અત્યારે માત્ર લવલીના બોરગોહેનની રેસમાં છે. અન્ય ત્રણ બહાર થઇ ચૂક્યા છે. લવલીના સેમીફાઇનલમાં પહોંચી ચૂક્યા છે. પૂજા રાણીને ક્વાર્ટરફાઇનલમાં હાર મળી. જ્યારે 2012ના બ્રોન્ઝ મેડલિસ્ટ એમસી મેરીકોમ અને સિમરનજીત કોરને રાઉન્ડ-16માં હાર મળી.
આ પણ વાંચો :Tokyo Olympics 2020 : હાર બાદ પિતાએ પીવી સિંધુને મોકલ્યો મેસેજ, કાંસ્ય પદક પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યુ
આ પણ વાંચો :Tokyo Olympics માં ગોલ્ડ ન જીતવા પર પીવી સિંધુએ વ્યક્ત કર્યુ દુ:ખ, જાણો શું કહ્યુ ?