Tokyo Olympics માં ગોલ્ડ ન જીતવા પર પીવી સિંધુએ વ્યક્ત કર્યુ દુ:ખ, જાણો શું કહ્યુ ?
Tokyo Olympics 2020 : સિંધુને વિશ્વના નંબર વન તાઇ ત્જૂ યિંગે 21-18, 21-13થી હરાવ્યા. આ સાથે જ ભારતીય સ્ટારનુ સતત બીજા ઓલિમ્પિકમાં પહોંચવાનુ અને ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનુ સપનુ તોડી દીધુ.
Tokyo Olympics 2020 : ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) માં પહેલો ગોલ્ડ મેડલ જીતવાની ભારતની આશાઓને શનિવારે જોરદાર ઝટકો લાગ્યો છે. બેડમિન્ટનના મહિલા સિંગલ્સમાં ભારતના દિગ્ગજ શટલર પીવી સિંધુને (PV Sindhu) સેમીફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે.
સિંધુને વિશ્વના નંબર વન તાઇ ત્જૂ યિંગે (Tai Tzu-Ying) 21-18, 21-13 થી હરાવ્યા. આ સાથે જ ભારતીય સ્ટારનુ સતત બીજા ઓલિમ્પિકમાં પહોંચવાનુ અને ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનુ સપનુ તોડી દીધુ.
હાર બાદ સિંધુએ કહ્યુ કે તેમણે આ મેચ માટે સંપૂર્ણ તૈયારી કરી હતી. પરંતુ તેમનો દિવસ નહોતો અને સેમીફાઇનલ સુધી પહોંચીને હારવા પર દુ:ખી છે. સિંધુ હવે રવિવારે 1 ઑગષ્ટે કાંસ્ય પદકના મુકાબલામાં ઉતરશે.
ઓલિમ્પિકના ગ્રુપ સ્ટેજ અને ક્વાર્ટર ફાઇનલ સુધી ભારતીય સ્ટાર પોતાનો દબદબો કાયમ કર્યો હતો અને પોતાના પ્રતિદ્વંદીને એક પણ ગેમ જીતવા નહોતી દીધી. એવામાં સેમીફાઇનલમાં સિંધુના જીતવાની આશા સેવવમાં આવી રહી હતી. પરંતુ તેમની સામે તેમની કટ્ટર અને સૌથી મુશ્કેલ પડકારના રુપે તાઇ ત્જૂ હતા.
તેમના સામે સિંધુનો રેકોર્ડ હવે 5-14 થઇ ગયો છે. સિંધુએ પહેલી ગેમમાં જોરદાર શરુઆત પણ કરી અને લીડ મેળવી. પરંતુ તાઇપેની ખેલાડીએ સતત બે ગેમ પોતાના નામે કરી લીધી.
રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર સિંધુ ફાઇનલની નજીક આવીને નિશાનો ચૂકવાથી નિરાશ દેખાયા. મેચ બાદ તેમણે કહ્યુ કે તેઓ આ ગેમ માટે તૈયાર હતા અને તાઇ ત્જૂની તાકાતને ધ્યાનમાં રાખીને તૈયારી કરી હતી. BWF એ સિંધુના હવાલાથી જણાવ્યુ.
હુ થોડી દુ:ખી છુ કારણ કે આ સેમીફાઇનલ હતી. પરંતુ મે મારા તરફથી પૂરી કોશિશ કરી. આ મારો દિવસ નહોતો. મે છેલ્લે સુધી સંઘર્ષ કર્યો. હું તેના સ્કિલ્સ માટે તૈયાર હતી. એટલે મને નથી લાગતુ કે વધારે મુશ્કેલી થઇ. સેમીફાઇનલનું સ્તર હંમેશાથી બહુ ઉંચુ થવાનુ હતુ. તમે સરળ પોઇન્ટ્સની આશા ન કરી શકો. હું જીતી ન શકી.
બ્રોન્ઝ જીતવાનો હજી પણ મોકો
સિંધુ પાસે હજી પણ બીજો ઓલિમ્પિક જીતવાનો મોકો છે. રવિવારે તેઓ બ્રોન્ઝ મેડલ જીતવાના ઇરાદાથી ઉતરશે. તેમનો સામનો ચીનના બિંગજિયાઓથી થશે. સિંધુએ કહ્યુ કે તેઓ ફાઇનલમાં ન પહોંચી શક્યા તેના માટે દુ:ખી જરુર છે. પરંતુ તેમની પાસે એક પદકનો વધારે મોકો છે અને આ માટે પૂરુ દમ લગાડી દેશે. તેમણે દેશવાસીઓ તરફથી મળેલા સમર્થન, પ્રેમ અને સમ્માન માટે આભાર માન્યો.
આ પણ વાંચો : Tokyo Olympics: ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ની ચીની તાઇપે સામે સેમીફાઇનલમાં હાર
આ પણ વાંચો : Tokyo Olympics: ભારતની બોક્સર પૂજા રાની ની ચીનની લી કિયાન સામે હાર થઇ, આશા સમાપ્ત