Tokyo Olympics 2020 : હાર બાદ પિતાએ પીવી સિંધુને મોકલ્યો મેસેજ, કાંસ્ય પદક પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યુ

Tokyo Olympics 2020 : મેચ પહેલા સિંધુને તેમના પિતાએ ખાસ સંદેશ આપ્યો. પીવી રમન્ના (PV Ramana)એ કહ્યુ કે તેમની દિકરીએ વિશ્વની નંબર વન તાઇ ત્જૂ યિંગ સામે મળેલી દર્દનાક હારને ભૂલીને કાંસ્ય પદકની મેચ રમવી જોઇએ.

Tokyo Olympics 2020 : હાર બાદ પિતાએ પીવી સિંધુને મોકલ્યો મેસેજ, કાંસ્ય પદક પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યુ
PV Sindhu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 7:43 AM

Tokyo Olympics 2020 : પીવી સિંધુ (PV Sindhu) ને શનિવારે ટોક્યો ઓલિમ્પક 2020 (Tokyo Olympics 2020) ના સેમીફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો. હવે તેઓ આજે ચીનના હી બિંગ જિયાઓ સામે કાંસ્ય પદક મુકાબલામાં ઉતરશે. વિશ્વ ચેમ્પિયન સિંધુની સેમીફાઇનલમાં હાર થઇ અને સ્વર્ણ પદક જીતવાનુ સપનુ તૂટી ગયુ. પરંતુ તેમની પાસે કાંસ્ય પદક જીતવાનો મોકો છે.

આ મેચ પહેલા સિંધુને તેમના પિતાએ ખાસ સંદેશ આપ્યો. પીવી રમન્ના (PV Ramana) એ કહ્યુ કે તેમની દિકરીએ વિશ્વની નંબર વન તાઇ ત્જૂ યિંગ સામે મળેલી દર્દનાક હારને ભૂલીને કાંસ્ય પદકની મેચ રમવી જોઇએ.

વર્લ્ડ ચેમ્પિયન સિંધુ  ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનો મોકો ગુમાવી બેસ્યા છે અને તાઇ ત્જૂ યિંગ સામે સીધા સેટમાં  21-18, 21-12થી હારી ગયા છે. ગયા પાંચ વર્ષમાં ભારતીય ખેલાડીએ તમામ મોટી ટૂર્નામેન્ટ પોતાને નામ કરી છે. તેમણે 2016 રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?

દેશ માટે પદક મેળવવા સર્વશ્રેષ્ઠ કરવુ પડશે

ભારતના 1986 એશિયાઇ રમોતના કાંસ્ય પદક વિજેતા વૉલીબૉલ ટીમના સભ્ય રહી ચૂકેલા રમન્નાએ પત્રકારોને કહ્યુ કાલે આપણ વધારે સતર્ક રહેવુ પડશે. તેને દેશ માટે પદક મેળવવા માટે પોતાનુ સર્વશ્રેષ્ઠ કરવુ પડશે. તેણે હાર ભુલાવી પડશે. કોઇ પણ ખેલાડી માટે ત્રીજા ચોછા સ્થાન પર રમવુ પીડાદાયક હોય છે.

તેમણે રવિવારની મેચને એક નવી મેચના રુપમાં લેવી જોઇએ. જ્યારે કોઇ ખેલાડી રિધમમાં નથી હોતો ત્યારે આ પ્રકારની વસ્તુ થાય છે. કાલે તે સારી રિધમમાં હતા. તે નોર્મલ ગેમમાં આવી રહી હતી અને યામાગુચીને સરળતાથી પકડી રહી હતી. પરંતુ શનિવારની મેચમાં તાઇ ત્જુે તેને કોઇ મોકો ન આપ્યો.

રણનીતિ મોટી રેલી રમવાની હોવી જોઇએ

રમન્નાએ આગળ કહ્યુ તાઇ ત્જૂનો  દરેક ડ્રોપ શોટ તેમના માટે સફળતા લઇને આવ્યો. હકીકતમાં તાઇ સામે રણનીતિ એ હોવી જોઇએ કે ઓછામાં ઓછા 25 થી 30 શોટની રેલી રમી લઇએ. માટે આજે એવુ ન થઇ શક્યુ. મેચમાં તાઇ પૂરા કમાન્ડમાં હતી. તેઓ પણ ઓલિમ્પિક મેડલ અથવા તો વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતવા ઉત્સુક છે. હજી સુધી તેઓ એવુ નથી કરી શક્યા જો કે કેટલીય વાર તેઓ નંબર વન રહ્યા છે.

આ પણ વાંચો :Emergency in Japan: જાપાનમાં કોરોનાનો કહેર, સરકારે ‘ટોક્યો ઓલિમ્પિક’ વચ્ચે જાહેર કરી કટોકટી

આ પણ વાંચો :Tokyo Olympics: ભારતની કમલપ્રીત કૌર ડિસ્ક થ્રોની ફાઈનલમાં પહોંચી, ક્વોલિફિકેશન રાઉન્ડમાં બીજું સ્થાન મેળવ્યું

g clip-path="url(#clip0_868_265)">