Gender Equality Olympics: ઓલિમ્પિકમાં પુરૂષ ખેલાડીઓ સાથે મહિલા ખેલાડીઓનો પણ દબદબો, ભાગ લેનારા ખેલાડીઓમાં મહિલાઓની સંખ્યા વધી
ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)નો રંગારંગ પ્રારંભ આજથી થયો છે.આ વખતે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ની થીમ 'લિંગ સમાનતા' રાખવામાં આવી છે. આ વાતને ધ્યાને રાખીને અનેક દેશોઓ ઓલિમ્પિક (Olympics )માં ભાગ લેવા માટે પુરુષથી વધુ મહિલા રમતવીરનું દળ મોકલ્યું છે.
Gender Equality Olympics :કેટલાક દેશઓએ લિંગ સમાનતાની થીમને ધ્યાનમાં રાખીને પોતાના ઓલિમ્પિક (Olympics ) દળમાં પુરુષથી વધુ મહિલા એથલીટ (Women athletes)મોકલ્યા છે. રમતોના મહાકુંભ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ની શરુઆત 23 જુલાઈથી આજથી શરુ થયો છે.
ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)નો રંગારંગ પ્રારંભ આજથી થયો છે. આ રમતોના મહાકુંભમાં ઓલિમ્પિકમાં અનેક દેશના રમતવીરો ભાગ લીધો છે. આ વખતે ટોક્યો ઓલિમ્પિકની થીમ ‘લિંગ સમાનતા’ રાખવામાં આવી છે. આ વાતને ધ્યાને રાખીને અનેક દેશોઓ ઓલિમ્પિક (Olympics )માં ભાગ લેવા માટે પુરુષથી વધુ મહિલા રમતવીરનું દળ મોકલ્યું છે. ગ્રેટ બ્રિટેન, અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશોએ ઓલિમ્પિક દળમાં મહિલા રમતવીરો (Women athletes)ની સંખ્યા પુરુષોથી વધુ છે.
રશિયા, જે રશિયન ઓલિમ્પિક સમિતિનું પ્રતિનિધિત્વ કરે છે, તે પણ પુરુષો કરતાં વધુ મહિલાઓનું દળ મોકલ્યું છે. રશિયા (Russia)એ આરઓસીનો ઉપયોગ કરવો પડશે કારણ કે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (World Anti-Doping Agency ) દ્વારા વર્ષ 2019 માં તમામ આંતરરાષ્ટ્રીય રમતો પર ચાર વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો.
ચીન ટોક્યો ઓલ્મિપક માટે 431 એથલીટોની ટુકડી મોકલી છે. જેમાં 298 મહિલા અને 133 પુરુષ એથલીટ સામેલ છે. આ રમતોમાં ચીનની મહિલા એથલીટોની સંખ્યા પુરુષોની સંખ્યા કરતા બમણી છે. તો અમેરિકાએ 613 એથલીટોની ટુકડી ટોક્યો મોકલી છે. જેમાં 329 મહિલા અને 284 પુરુષ એથલીટો સામેલ છે.
ગ્રેટ બ્રિટન, બ્રિટિશ ઓલિમ્પિક એસોસિએશન (Olympic Association)ની ટીમ કે જે યુનાઇટેડ કિંગડમનું પ્રતિનિધિત્વ કરે છે, ટોક્યો ઓલિમ્પિક (Olympics ) માટે 376 એથલીટો ટોક્યો મોકલી રહ્યું છે જેમાં 201 મહિલાઓ સામેલ છે. કેનેડા ટોક્યો ઓલિમ્પિક (Olympics ) માટે 370 એથલીટ મોકલ્યા છે. જેમાં 225 મહિલાઓ અને 145 પુરુષો સામેલ છે. આવી જ રીતે ઑસ્ટ્રેલિયાની ટીમે પણ મહિલા એથલીટની સંખ્યા પુરુષોથી વધુ છે. ઑસ્ટ્રેલિયા 471 એથલીટ ટોક્યો ઓલિમ્પિક મોકલી છે. જેમાં 252મહિલા અને 219 પુરુષો સામેલ છે.
જ્યારે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ભારતે 127 એથલીટોનું દળ મોકલ્યું છે. જેમાં 71 પુરુષ અને 56 મહિલાઓ સામેલ છે.