Olympics corona : ટોક્યો ઓલિમ્પિક કોરોનાની ચપેટમાં? કોરોના સંક્રમણનાં કેસ 100 પાર, 19 નવા કેસ સામે આવ્યા

ટોક્યો ઓલિમ્પિકમાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. કોરોના કેસનો આંકડો 100ને પાર થયો છે.22 જુલાઈએ જાપાન(Japan)ની રાજધાનીમાં કોરોનાના 2000 જેટલા નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 7 મહિનામાં સૌથી વધુ છે.

Olympics corona : ટોક્યો ઓલિમ્પિક કોરોનાની ચપેટમાં? કોરોના સંક્રમણનાં કેસ 100 પાર, 19 નવા કેસ સામે આવ્યા
Tokyo Olympics Covid Cases Crosses 100 19 new cases tokyo olympic
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 11:41 AM

Olympics corona : ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે અલગ-અલગ દેશના ખેલાડીઓ જાપાન (Japan) ની રાજધાની ટોક્યોમાં પહોંચ્યા છે, પરંતુ હવે આ વચ્ચે કોરોના પોઝિટિવ (Corona positive)ખેલાડીઓના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 19 કેસ નોંધાયા છે.

જાપાને કોરોના મહામારી વચ્ચે ટોક્યો ઓલિમ્પિક રમત (Tokyo Olympics-2020)નું આયોજન કરવાનો નિર્ણય લીધો છે પરંતુ આ મહામારીની અસર રમત પર પડી શકે છે. જાપાન(Japan)ની રાજધાની પહોચી ચૂકેલા ખેલાડીઓમાં કોરોના સંક્રમિત થવાના કેસ સામે આવી રહ્યા છે. જે ખેલાડીઓમાં ભય ઉભો કરી રહ્યા છે.

ટોક્યો ઓલિમ્પિકમાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. કોરોના કેસનો આંકડો 100ને પાર થયો છે. આયોજકોએ જણાવ્યું કે,19 નવા કેસ નોંધાયા છે.ટોક્યો ઓલિમ્પિકમાં કોરોના સંક્રમણનો આંકડો 100ને પાર થયો છે.આયોજકોએ જણાવ્યું કે શુક્રવાર આજે 100થી વધુ કેસ નોંધાયા છે. ચેક રિપબ્લિકનીનો ચોથો ખેલાડી રોડ સાઈકાલિસ્ટ મિશેલ શ્લેજેલ કોરોના પોઝિટીવ આવ્યો છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ દરરોજ જાહેર થાનારા આંકડાઓના અપટેડમાં જણાવ્યું કે, ત્રણ ખેલાડી, રમત સાથે જોડાયેલા 10 કર્મચારી, 3 પત્રકાર અને ત્રણ કોન્ટ્રકારોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.રમત સાથે જોડાયેલા કોરોના કેસનો આંકડો 106 પર પહોંચ્યો છે. જેમાં 11 ખેલાડી છે.ચેક રિપબ્લિકની ટીમનો 6 ખેલાડી કોરોના પોઝિટીવ (Corona positive)આવ્યો છે.

દેશની રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ કહ્યું કે, ચેક રિપબ્લિકનીનો 6 ખેલાડી રોડ સાઈકાલિસ્ટ મિશેલ શ્લેજેલ કોરોના સંક્રમિત છે.મિશેલને શનિવારના રોજ રોડ રેસમાં ભાગ લેવાનો હતો પરંતુ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા હવે ભાગ લઈ શકશે નહિ. આ પહેલા પણ ચેક રિપબ્લિકની બીચ વૉલીબૉલ ટીમ( Czech Republic beach volleyball Team)નો એક ખેલાડી ઓન્દેર્જા પેરુસિચ (Ondrej Perusic ) અને ટેબલ ટેનિસ ખેલાડી કોરોના પોઝિટીવ આવ્યો હતો.

અન્ય દેશોમાં ચિલીનો એક તાઈક્વોડો ખેલાડી , નેધરલેન્ડનો સ્કેટબોર્ડ ખેલાડી અને એક તાઈક્વોડો ખેલાડી પણ કોરોના પોઝિટીવ આવ્યો હતો. દક્ષિણ આફ્રિકાના બે ફૂટબોલ ખેલાડી અને અમેરિકાનો એક વૉલીબોલ ખેલાડી પોઝિટીવ આવ્યો છે.

ટોક્યો ઓલમ્પિક ગેમ્સ 2020 (Tokyo Olympics 2020) ને હજી પણ રદ્દ થઇ શકે છે. આયોજન સમિતીએ તેને લઇને સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યુ છે કે, જો ટૂર્નામેન્ટ દરમિયાના કોરોનાના (Corona Cases) કેસમાં વધારો થાય અને વધુ ખેલાડીઓને કોરોના સંક્રમણ થાય છે તો ઓલમ્પિકને ગમે ત્યારે રદ્દ કરી દેવામાં આવશે. ટોક્યો (Tokyo) ઓલમ્પિક કમિટીના મુખ્યા તોશિરો મુટોએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ વિશેની માહિતી આપી છે.

તેમને આ મામલે સવાલ પુછવામાં આવ્યો હતો કે, શું ઓલમ્પિક કેન્સલ થઇ શકે છે ? આ સવાલના જવાબમાં તોશિરોએ કહ્યુ કે, અમે કોરોનાના કેસ પર નજર રાખી રહ્યા છીએ. જરૂર પડશે તો અમે બાકીના આયોજકો સાથે આ વિષયમાં વાત કરીશું. હાલમાં કોરોનાના કેસ વધી કે ઘટી શકે છે એટલે હાલમાં અમે આને લઇને કોઇ નિર્ણય નથી લીધો પરંતુ જો હાલાત વધુ ગંભીર બનશે તો અમે આ વિશે વિચારણા કરીશું

22 જુલાઈએ જાપાનની રાજધાનીમાં કોરોનાના 2000 જેટલા નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 7 મહિનામાં સૌથી વધુ છે. આ રોગચાળાને કારણે જાપાનની અંદરથી જ રમતોને રદ કરવા કે સ્થગિત કરવાની સતત માંગ કરવામાં આવી રહી હતી. પરંતુ એમ છતાં, જાપાન સરકાર અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ રમતોત્સવનું આયોજન કરવાનું નક્કી કર્યું હતુ. જો કે, કોરોના મહામારીનો ખતરો માથે તોળાઈ રહ્યો છે. તેની કેટલીક અસર હજુ પણ દેખાય છે.

આ પણ વાંચો : Tokyo Olympics: સેનાની ત્રણેય પાંખના જવાનો ટોક્યો ઓલિમ્પિકમાં મેદાને ઉતરશે

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">