India vs Nepal : સતત બીજી જીત મેળવી ભારતીય ટીમ પહોંચી સેમિફાઈનલમાં, નેપાળ સામે 2-0થી મેળવી જીત
Indian Football team : ભારતીય ફૂટબોલર સુનિલ છેત્રી અને નોરેમ મહેશ સિંઘના બે ગોલની મદદથી ભારતીય ફૂટબોલ ટીમે નેપાળ સામે 2-0થી જીત મેળવી હતી. આ સાથે જ ભારતીય ફૂટબોલ ટીમ SAFF ચેમ્પિયનશિપ 2023 સેમિફાઈનલમાં પહોંચી છે.
SAFF Championship 2023 : ભારતીય ફૂટબોલ ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. SAFF Championshipની પ્રથમ મેચમાં પાકિસ્તાનની સામે 4-0થી જીત મેળવીને ભારતીય ટીમે વિજયી શરુઆત કરી હતી. આજે બીજી મેચમાં ભારતીય ફૂટબોલર સુનિલ છેત્રી અને નોરેમ મહેશ સિંઘના બે ગોલની મદદથી ભારતીય ફૂટબોલ ટીમે નેપાળ સામે 2-0થી જીત મેળવી હતી. આ સાથે જ ભારતીય ફૂટબોલ ટીમ SAFF ચેમ્પિયનશિપ 2023 સેમિફાઈનલમાં પહોંચી છે.
નેપાળ સામે પ્રથમ હાફ ગોલ રહિત રહ્યો હતો. ભારતીય કેપ્ટન સુનિલ છેત્રી એ 61મી મિનિટે આ મેચનો પહેલો ગોલ કર્યો હતો. તેણે પોતાના કરિયરનો 91મો ગોલ કર્યો હતો. 70મી મિનિટે નોરેમ મહેશ સિંઘ એ રોમાંચક ગોલ કર્યો હતો. હવે 27 જૂનના રોજ ભારતની ટક્કર કુવૈત સામે થશે. બીજી બાજુ આજે પાકિસ્તાનને 4-0થી હરાવીને કુવૈતની ટીમ પણ સેમિફાઈનલમાં પહોંચી છે.
આ પણ વાંચો : Lionel Messi Happy Birthday: 36 વર્ષનો થયો મેસ્સી, જાણો મેસ્સીના મોટા ફૂટબોલ રેકોર્ડસ
નેપાળ સામે 2-0ના સ્કોરથી ભારતીય ટીમની જીત
Finally @chetrisunil11 scored a goal against Nepal. #SAFFChampionship2023 #IndianFootball #INDNEP #indvsnep #SunilChhetri pic.twitter.com/NnHMuMpxrP
— T Sports (@TSports_bd) June 24, 2023
Sahal – Sunil – Mahesh!! Chetri turned and walked away without celebrating 🤔 #IndianFootball #SAFFChampionship2023 pic.twitter.com/qsCH1WdVNy
— manja pranth (@RudraTrilochan) June 24, 2023
આ પણ વાંચો : Happy Birthday Messi : ફેક્ટ્રી વર્કરનો દીકરો આ રીતે બન્યો વર્લ્ડ ચેમ્પિયન, જાણો મેસ્સીના સંઘર્ષની કહાની
The rain can’t get enough of #IndianFootball either 🌧️💙#SAFFChampionship2023 🏆 #NEPIND ⚔️ #BlueTigers 🐯 pic.twitter.com/Udr34av0P9
— Indian Football Team (@IndianFootball) June 24, 2023
2️⃣ goals in quick succession 🤩 India are through to the #SAFFChampionship2023 Semifinal 👏🏽💙#NEPIND ⚔️ #IndianFootball ⚽️ #BlueTigers 🐯 pic.twitter.com/ByzfjsKSZY
— Indian Football Team (@IndianFootball) June 24, 2023
આ પણ વાંચો : Happy Birthday Messi: ખુબ જ સુંદર છે ફૂટબોલર મેસ્સીનો પરિવાર, ત્રણેય દીકરાઓ છે પોતાના પિતાની કોપી
ભારત vs નેપાળનો હેડ ટુ હેડ રેકોર્ડ :
ભારત અને નેપાળ છેલ્લા આઠ વર્ષમાં પાંચ એકબીજા સામે રમ્યા છે. નેપાળની ટીમ ક્યારેય ભારતીય ટીમને હરાવી શકી નથી.
- ભારત 3-0 નેપાળ – SAFF ચેમ્પિયનશિપ 2021 ફાઇનલ
- નેપાળ 0-1 ભારત – SAFF ચેમ્પિયનશિપ 2021
- નેપાળ 1-2 ભારત – ફ્રેન્ડલી મેચ
- નેપાળ 0-0 ભારત – વર્લ્ડ કપ ક્વોલિફિકેશન AFC 1મો રાઉન્ડ
- ભારત 2-0 નેપાળ – વર્લ્ડ કપ ક્વોલિફિકેશન AFC 1 લીગ રાઉન્ડ
- આજે , ભારત 2-0 નેપાળ – SAFF ચેમ્પિયનશિપ 2023 લીગ રાઉન્ડ
બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
ભારત: ગુરપ્રીત સિંહ સંધુ (GK), રાહુલ ભેકે, મહેતાબ સિંહ, આકાશ મિશ્રા, નિખિલ પૂજારી, રોહિત કુમાર, અનિરુદ્ધ થાપા, સહલ અબ્દુલ સમદ, મહેશ સિંહ નૌરેમ, ઉદંતા સિંહ, સુનીલ છેત્રી (C)
નેપાળ: કિરણ કુમાર લિંબુ (GK)(C), અનંતા તમંગ, લેકન લિમ્બુ, બિમલ ઘરતી મગર, આયુષ ગાલન, દેવેન્દ્ર તમંગ, અરિક બિસ્તા, અંજન બિસ્તા, સનિશ શ્રેષ્ઠ, મનીષ ડાંગી, રોહિત ચંદ