હમણાં જે વરઘોડા નીકળે છે તે ખૂબ સારા નીકળે છે, જાણો હર્ષ સંઘવી કેમ કહ્યું આવું 

હમણાં જે વરઘોડા નીકળે છે તે ખૂબ સારા નીકળે છે, જાણો હર્ષ સંઘવી કેમ કહ્યું આવું 

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2024 | 5:12 PM

ક્રાઇમ બ્રાન્ચના પાંડેસરા યુનિટના લોકાર્પણમાં હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને ફરી એકવાર ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, હમણાં જે વરઘોડા નીકળે છે તે ખૂબ સારા નીકળે છે. પોલીસ ગુનેગારોને શોધી શોધીને તેનો વરઘોડો કાઢી રહી છે. આરોપીઓને ચાલવામાં તકલીફ પડવી જ જોઇએ.

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. જેને અટકાવવા તમામ જિલ્લાની પોલીસ દ્વારા અનેક પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં પણ ગુનાખોરી ડામવા પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે. ત્યારે પોલીસની આ કામગીરીને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ બિરદાવી છે અને આજ પ્રમાણે કામગીરી કરવા આહ્વાન કર્યું છે.

ક્રાઇમ બ્રાન્ચના પાંડેસરા યુનિટના લોકાર્પણમાં હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને ફરી એકવાર ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, હમણાં જે વરઘોડા નીકળે છે તે ખૂબ સારા નીકળે છે. પોલીસ ગુનેગારોને શોધી શોધીને તેનો વરઘોડો કાઢી રહી છે. આરોપીઓને ચાલવામાં તકલીફ પડવી જ જોઇએ. વધુમાં તેમણે કહ્યું કે, કોઇ નેતાઓ કે સામાજિક આગેવાનોએ ગુનેગારોની ભલામણ કરવી નહીં. તેમણે નેતાઓને ટકોર પણ કરી કે આરોપીઓને ક્યારેય બચાવવા ના જોઈએ.

 

 

Published on: Dec 01, 2024 05:11 PM
g clip-path="url(#clip0_868_265)">