ભર શિયાળે થઇ કેરીની આવક, ભાવ સાંભળીને ટાઢ ઉડી જશે - Video

ભર શિયાળે થઇ કેરીની આવક, ભાવ સાંભળીને ટાઢ ઉડી જશે – Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2024 | 8:51 PM

રાજ્યમાં શિયાળાની કડકડતી ઠંડીની હજુ શરૂઆત થઈ નથી. એવામાં ઠંડી પહેલાં જ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના એક બોક્સની આવક જોવા મળી હતી. ખેડૂતનું કહેવું છે કે બરડા પંથકનું હવામાન આંબાને માફક આવતા સિઝન પહેલા જ કેરીની આવક શરૂ થઇ છે.

જો તમારે કેસર કેરીનો સ્વાદ ચાખવો હોય તો ઉનાળાની રાહ જોવાની જરૂર નથી, કેમ કે હવે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં શિયાળાની શરૂઆતમાં જ ઉનાળુ કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. રાજ્યમાં ગીરની જેમ પોરબંદર જિલ્લાના બરડામાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે. ગત વર્ષની જેમ આ વર્ષ શિયાળાના સમયમાં કેસર કેરીની આવક જોવા મળી રહી છે.

રાજ્યમાં શિયાળાની કડકડતી ઠંડીની હજુ શરૂઆત થઈ નથી. એવામાં ઠંડી પહેલાં જ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના એક બોક્સની આવક જોવા મળી હતી. ખેડૂતનું કહેવું છે કે બરડા પંથકનું હવામાન આંબાને માફક આવતા સિઝન પહેલા જ કેરીની આવક શરૂ થઇ છે. જો આવું જ હવામાન રહેશે તો ચાલુ વર્ષે કેસર કેરીનો મબલખ પાક આવે તેવી આશા છે. હરાજીમાં બોક્સનો ભાવ રૂપિયા 8510 બોલાયો હતો એટલે કે એક કિલો કેરી 851માં વેચાઈ હતી.

કેરી એ ઉનાળુ ફળ ગણાય છે અને ઉનાળામાં જ કેરી વેચાણ માટે બજારમાં આવતી હોય છે. આ વખતે વાતાવરણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણસર ઉનાળાને બદલે ભરશિયાળે આંબામાં કેરીનો ફાલ આવતાં કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈમાં ભારે કુતૂહલ સાથે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">