કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ઝિંક, આયર્ન, કોપર, સેલેનિયમ, પ્રોટીન ઉપરાંત તલમાં ગામા ટ્રોપિકલ (વિટામીન Eનું સ્વરૂપ), B1, B3, B6 પણ હોય છે.
તલના ન્યૂટ્રિએન્ટ્સ
શિયાળામાં તલનું સેવન ઘણી રીતે કરવામાં આવે છે. જેમ કે લાડુ, શેકેલા તલ, તલની ચિક્કી, ગજક, શું તમે જાણો છો કે શિયાળામાં તલ શા માટે ખાવા જોઈએ?
શિયાળામાં તલનું સેવન
શિયાળામાં શરીરને અંદરથી ગરમ રાખવા માટે તલનું સેવન ફાયદાકારક છે, કારણ કે તેની તાસીર ગરમ છે.
તલ આપશે હૂંફ
તલમાં પ્રોટીન ઉપરાંત ઘણા એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે જે સ્નાયુઓ અને હાડકાં માટે ફાયદાકારક છે. તેથી શિયાળામાં એનર્જી રહે છે અને માંસપેશીઓ અને સાંધાના દુખાવાથી બચાવે છે.
એનર્જી રહેશે
વિટામિન ઈ અને પ્રોટીન સિવાય તલમાં સારી ચરબી પણ હોય છે જે ત્વચા માટે ફાયદાકારક હોય છે. દરરોજ તલનું સેવન કરવાથી ત્વચાની ડ્રાઈનેસ દૂર થાય છે
સ્કીન ડ્રાઈ નહી થાય
શિયાળા દરમિયાન વાયરલ રોગોથી બચવા માટે તલ ખાવાથી પણ ફાયદો થાય છે. કારણ કે તેના સેવનથી શરીરને અંદરથી ગરમી મળે છે અને એન્ટિબોડીઝ ઉત્પન્ન કરવામાં પણ મદદ મળે છે.
મોસમી રોગોથી બચાવ
જો તમે તમારી દિનચર્યામાં તલનું સેવન કરતા હોવ તો એક ચમચી તલ પૂરતા છે. જો તમને યુરિક એસિડની સમસ્યા હોય તો તલ ખાવાનું ટાળો.
રોજ ખાઓ
(Disclaimer : આ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે છે. TV 9 આની કોઈ પુષ્ટી કરતું નથી. કોઈ પણ વસ્તુ અમલમાં મુકતા પહેલા ડોક્ટરોની સલાહ અવશ્ય લો)