હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફેંગલ વાવાઝોડાને લઈને કરી આ મોટી આગાહી- Video

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફેંગલ વાવાઝોડાને લઈને કરી આ મોટી આગાહી- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2024 | 7:03 PM

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્ય પર તોળાઈ રહેલા વાવાઝોડાના ખતરાને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યુ છે કે ન માત્ર તમિલનાડુમાં પરંતુ ગુજરાતમાં પણ ફેંગલ વાવાઝોડાની અસર વર્તાશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યુ છે કે ગુજરાતમાં ફેંગલ વાવાઝોડાની અસર વર્તાશે. રાજ્યમાં ઠંડીનો પારો વધશે. રાજ્યમાં મહત્તન તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહે તેવી સંભાવના છે જ્યારે કચ્છના ભાગોમાં ઠંડા પવનો ફુંકાવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ ઠંડી પડવાની શક્યતા છે.

જ્યારે મધ્ય ગુજરાતમાં ન્યૂનતમ તાપમામ 18 ડિગ્રી સેલ્સિયસ રહે તેવી સંભાવના છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. 15 થી 20 ડિસેમ્બર સુધીમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની સંભાવના છે.

જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડી વધશે. જેમા રાજકોટમાં 15 ડિગ્રી, જામનગરમાં 20 ડિગ્રી, જુનાગઢમાં 16 ડિગ્રી જેવુ ન્યૂનતમ તાપમાન રહેશે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં 20 ડિગ્રી અને સુરતમાં 16 થી 18 ડિગ્રી તાપમાન રહેશે.

Input Credit Ravindra Bhadoria- Gandhinagar

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 01, 2024 06:59 PM
g clip-path="url(#clip0_868_265)">