AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નામ લીધા વિના કોના પર વરસ્યા જયેશ રાદડિયા? કહ્યુ સમાજની વાતમાં હું વચ્ચે આવતો નથી, હવનમાં હાડકા નાખવાનું બંધ કરો- Video

નામ લીધા વિના કોના પર વરસ્યા જયેશ રાદડિયા? કહ્યુ સમાજની વાતમાં હું વચ્ચે આવતો નથી, હવનમાં હાડકા નાખવાનું બંધ કરો- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2024 | 6:43 PM
Share

 જેતપુરના થાણાગલોળ ગામમાં સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાના અનાવણ કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ હુંકાર કર્યો અને નામ લીધા વિના વિરોધીઓ પર વરસ્યા હતા. રાદડિયાએ કહ્યુ કે એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યુ છે.

રાજકોટના જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામમાં વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ ફરી તેમના વિરોધી પર વરસ્યા. નામ લીધા વિના રાદડિયાએ વિરોધીઓ પર નિશાન તાક્યુ અને હુંકાર કર્યો કે એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યુ છે. પરંતુ હું તેમને કહી દઉ છુ કે હવનમાં હાડકા નાખવાનું હવે બંધ કરો. તમે અવરોધ બંધ નહીં કરો તો હું મેદાનમાં ઉતરીશ. સમાજની વાતમાં હું વચ્ચે નથી આવતો.

સમાજના વિકાસની વાતમાં હું વચ્ચે નથી આવતો

જયેશ રાદડિયાએ વિરોધીઓને ખૂલ્લી ચેતવણી આપી. પાટીદાર સમાજ માટે કરાતા સારા કાર્યો અને સમાજના વિકાસની વાત કરતી વખતે જયેશ રાદડિયાએ કહ્યું કે “હું કામ કરું છું, એટલે ક્યાંક ચૂક રહી પણ જાય, ઘરે બેસી રહેનારથી ભૂલ ન થાય, મારા સારા કામમાં અવરોધ ઊભુ કરવાનું બંધ કરો. એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યું છે. આ હવે વધુ પડતુ થશે તો હું પણ રાજકીય માણસ છુ. મારે પણ પછી મેદાનમાં ઉતરવુ પડશે.આટલામાં નહીં સમજે તો મને પણ હિસાબ કરતા આવડે છે.”

Input Credit- Mohit Bhatt- Rajkot

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">